મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું કે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્રમાં આવતા છ મહિના સુધી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.
સોશિયલ મિડિયા પર રાજ્યની જનતા સાથે કરેલા સંવાદ વખતે ઠાકરેએ જણાવ્યું હતું કે નિષ્ણાતો તો એવા મતના છે કે રાજ્યમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરવો જોઈએ અથવા એક વધુ લોકડાઉન લાગુ કરવું જોઈએ, પરંતુ હું આ પગલાંની તરફેણ કરતો નથી. આપણા રાજ્યમાં કોરોનાવાઈરસ પરિસ્થિતિ અંકુશમાં છે, જોકે સંપૂર્ણપણે નથી. સાવચેતી રાખવી વધારે સારી. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની આદત ઓછામાં ઓછા બીજા છ મહિના માટે ચાલુ રાખવી પડશે.