‘ગોકુળ’ દૂધ પ્રતિલિટર બે રૂપિયા મોંઘું થયું

મુંબઈઃ કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડએ તેના ‘ગોકુળ’ બ્રાન્ડના ફૂલ-ક્રીમ દૂધના વેચાણની કિંમતમાં બે રૂપિયા વધારી દીધા છે. મુંબઈ, પૂણે, કોલ્હાપુર સહિત તમામ કેન્દ્રો પર આજથી આ દૂધની કિંમત વધી ગઈ છે.  

મુંબઈમાં એક લિટર ‘ગોકુળ’ દૂધ 64ને બદલે 66 રૂપિયે વેચાઈ રહ્યું છે. છેલ્લા 15 મહિનામાં આ ત્રીજી વાર દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ‘ગોકુળ’ના સંચાલક મંડળની બેઠકમાં ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રીમવાળા દૂધને બાદ કરતાં ગાયનું દૂધ, સ્ટાન્ડર્ડ દૂધ, ટોન્ડ મિલ્કની કિંમત યથાવત્ રાખવામાં આવી છે. ‘ગોકુળ’ ડેરી સંઘે ભેંસના દૂધના પ્રતિલિટરનો વેચાણ ભાવ બે રૂપિયા વધારી દીધો છે. ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા દૂધના દર વધી જતાં ‘ગોકુળ’ ડેરીએ દૂધના વેચાણ ભાવ વધારી દીધા છે.