GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ જુલાઈમાં દેશમાં GST કલેક્શન રૂ. 1.49 લાખ કરોડ રહ્યું હતું. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં ડેટા મુજબ જુલાઈમાં દેશના GST કલેક્શનમાં વાર્ષિક આધારે 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે જૂનની તુલનાએ જુલાઈમાં કલેક્શન આશરે ત્રણ ટકા વધ્યું હતું. જૂનમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 56 ટકા વધીને રૂ. 1.44 લાખ કરોડ રહ્યું હતું. જુલાઈ, 2022માં ગ્રોસ GST રેવેન્યુ કલેક્શન 1,48,995 કરોડ રહ્યું હતું, જે ગુડ્સ અને સર્વિસ ટેક્સના પ્રારંભ બાદનું અત્યાર સુધીનું સૌથી મોટું કલેક્શન છે. સરકાર દ્વારા સોમવારે જારી થયેલા આંકડા મુજબ ગયા વર્ષે આ મહિને રૂ.1,16,393 કરોડની રેવન્યુની સરખામણીએ 28 ટકા વધુ છે.

નાણાપ્રધાને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે છે કે જુલાઈમાં સતત પાંચમા મહિને GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે, જે આમાં પ્રતિ મહિને વધારાના સંકેત કરી રહ્યું છે.

સરકારું જુલાઈમાં IGSTથી રૂ. 32,365 કરોડ, CGSTથી રૂ. 26,774 કરોડ થયું છે. જુલાઈમાં કેન્દ્ર અને રાજ્યોની કુલ રેવન્યુ CGST થકી રૂ. 58,116 કરોડ અને SGST માટે રૂ. 59,581 કરોડ થયું છે. IGST રૂ. 79,518 કરોડ (માલની આયાત પર એકત્ર કરવામાં આવેલા રૂ. 41,420 કરોડ) અને ઉપ કરના રૂ. 10,920 કરોડછે. જુલાઈમાં ગુડ્સની આયાતથી આવક 46 ટકા વધુ હતી અને ઘરેલુ લેવડદેવડ (સર્વિસની આયાત સહિત)થી આવક છેલ્લા વર્ષે આ મહિનામાં –આ સ્રોતોની તુલનામાં 22 ટકા વધુ છે.