સત્યપ્રેમ કી કથાઃ કાર્તિકે કિયારાને પ્રેમિકા જાહેર કરી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’એ બોક્સ ઓફિસ પર કેટલાય રેકોર્ડ તોડ્યા હતા. હવે આ જોડી એક નવી ફિલ્મમાં આવવાની છે. કાર્તિકે તેના ફેન્સને એક નવા અપડેટમાં સાજિદ નડિયાદવાળા દ્વારા આગામી ફિલ્મમાં પ્રેમ કથાના શીર્ષકનો ખુલાસો કર્યો છે.

તેણે કિયારાના જન્મદિને શુભકામનાઓ મોકલતાં ફિલ્મનો પહેલો લુક શેર કર્યો હતો. તેણે બંનેના એક ફોટાની સાથે લખ્યું હતું કે જન્મદિન મુબારક હો કથા. કાર્તિકે આ ફિલ્મનું નામ બદલ્યાની પણ માહિતી આપી હતી… તુમ્હારા સત્યપ્રેમ #સત્યપ્રેમકીકથા. જોકે પહેલાં આ ફિલ્મનું નામ ‘સત્યનારાયણની કથા’ હતું, પણ વિરોધ પછી એનું નામ ‘સત્યપ્રેમ કી કથા’ કરી દેવામાં આવ્યું છે.

કાર્તિકની આ નવી ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે. જેને નમઃ પ્રોકશન્સ અને સાજિદ નડિયાદવાળા ગ્રેન્ડસન એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવવામાં આવશે. કાર્તિકે તેના ફેન્સને ખુશ થવાનું કારણ આપ્યું હતું. ‘ભૂલભૂલૈયા 2’માં આ જોડીની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ પડી હતી.

શહેઝાદા, ફ્રેડી, કેપ્ટન ઇન્ડિયા અને કબીર ખાન આ ફિલ્મનો સાજિદ નડિયાદવાળા સાથે એક ભાગ હશે. કાર્તિકે કહ્યું હતું કે તે કિયારા સાથે સારું બોન્ડિંગ ધરાવે છે અને તેમને બંનેને એકમેકની કંપની ગમે છે અને તેઓ એકમેક સાથે ચેટ પણ કરે છે. કિયારાએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે અને કાર્તિકે કેરિયરના પ્રારંભમાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી હવે સફળતા હાથ લાગી છે.