બીએમસી દ્વારા સ્ટેશન, બજાર, મોલ્સમાં રેપિડ કોરોના-ટેસ્ટ

મુંબઈઃ શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસ પર અંકુશ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા શોપિંગ મોલ્સ, બજારો, બસ સ્ટેન્ડ્સ અને રેલવે સ્ટેશનો જેવા લોકોની ભીડવાળા સ્થાનો ખાતે મુંબઈગરાંઓની ઓન-સ્પોટ એન્ટીજેન ટેસ્ટ શરૂ કરવામાં આવી છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના સિનિયર આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે મોલ્સની બહાર રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની એક ટૂકડી ત્યાં ગોઠવવામાં આવી છે. જે લોકોનું પરીક્ષણ ચાલતું હશે ત્યાં સુધી એમને મોલ્સની અંદર જવા દેવામાં નહીં આવે.