કરીના-અમ્રિતા કોરોના-સંક્રમિત; સંપર્કમાં આવેલાઓને સતર્ક કરાયાં: અહેવાલ

મુંબઈઃ અખબારી અહેવાલો અનુસાર, મુંબઈ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યાનુસાર, બોલીવુડ અભિનેત્રીઓ કરીના કપૂર-ખાન અને અમ્રિતા અરોરાને કોરોનાવાઈરસ બીમારીનો ચેપ લાગુ પડ્યો છે. આ બંને સહેલીઓ સુપર સ્પ્રેડર બની શકે છે, કારણ કે તેમણે હાલમાં જ એક બોલીવુડ પાર્ટીમાં હાજરી આપી હતી.

(ફાઈલ ફોટો)

અહેવાલ અનુસાર, કરીના અને અમ્રિતાએ કોરોના-નિયંત્રણોનું ઉલ્લંઘન કર્યું હતું અને ઘણી પાર્ટીઓમાં હાજરી આપી હતી. મહાનગરપાલિકાએ આદેશ આપ્યો છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ બંને અભિનેત્રીનાં સંપર્કમાં આવેલા લોકોએ RC-PCR ટેસ્ટ કરાવવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]