રસીની અસર ઘટાડવા સાથે વધુ સંક્રમણ ફેલાવે છે ઓમિક્રોનઃ WHO

જિનિવાઃ કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયેન્ટ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયેન્ટ (SARS-CoV-2)નાં લક્ષણો હળવાં દેખાય છે, એ રસીની અસર ઓછી કરે અને અન્ય વેરિયેન્ટ કરતાં વધુ સંકમક છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રાથમિક ડેટા કહે છે. ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે. આ દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિયેન્ટ કરતાં ઝડપથી પ્રસરી રહ્યા છે. આ વેરિયેન્ટનો સંક્રમણ દર બહુ જ વધુ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચેતવણી જારી કરતાં કહેવામાં આવ્યું હતું કે ઓમિક્રોન વેરિયેન્ટને લીધે UKમાં મોટી લહેર આવી શકે છે. હાલના ઉપલબ્ધ ડેટા  જોતાં એ સંભાવના છે કે સંક્રમણને મુદ્દે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ પ્રસરશે અને એ સામૂહિક સંક્રમિત કરી શકે છે. નવ ડિસેમ્બર સુધીમાં ઓમિક્રોન WHOના છ રિજિયનોમાં- 63 દેશોમાં પહોંચી ચૂક્યો છે. પ્રાથમિક ડેટાના અભાવને જોતાં WHOએ કહ્યું હતું કે ઓમિક્રોન વ્યક્તિને ગંભીર બીમાર કરવામાં સક્ષમ છે અથવા એ રસીના ડોઝની અસરકારકતા ઓછી કરી શકે છે.

વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયેન્ટના 1000 કેસો નોંધાયા છે, જેમાં બારતમાં 38 કેસો સામે આવ્યા છે. આ નવા વેરિયેન્ટના લક્ષણો પર સંયુક્ત આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે કોરોનાના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી PCR અને એન્ટિજેન સ્થિત રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટની સત્યતા ઓમિક્રોનથી પ્રભાવિત નહીં થાય.

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]