મુંબઈઃ દેશભરમાં કોરોના રસીકરણ ઝુંબેશ જારી છે, ત્યારે રવિવારે મુંબઈને દોઢ લાખ કોવિશિલ્ડના રસીના ડોઝ મળ્યા હતા. આવામાં સોમવારથી બધાં રસીકરણ કેન્દ્રો પર કોવિશિલ્ડ ઉપલબ્ધ હશે. જોકે મુંબઈમાં કોવાક્સિન રસીના સીમિત સ્ટોકને કારણે પસંદગીનાં કેન્દ્રોમાં બીજો ડોઝ ઉપલબ્ધ હશે.
રવિવારે BMCને 1.5 લાખ કોરોના રસીનો સ્ટોક સપ્લાય થયો હતો. જેથી મોટા ભાગનાં કેન્દ્રોમાં ટૂંક સમયમાં રસીકરણ કરવામાં આવશે. BMCને 1.58 લાખ ડોઝ મળ્યા છે, જેથી સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં એનું વિતરણ શરૂ થઈ ગયું છે. જેથી કમસે કમ ત્રણ દિવસ સુધી મુંબઈમાં રસીકરણ કાર્યક્રમ ચાલશે. રસીકરણ ઝુંબેશ હેઠળ BMC અને રાજ્ય સરકાર દ્વારા 59 રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યાં છે, જ્યારે 73 ખાનગી હોસ્પિટલોમાં કુલ 132 રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યાં છે.
જોકે કોરોના રસી સીમિત માત્રામાં ઉપલબ્ધ હોવાને કારણે સમયાંતરે કેટલાંક કેન્દ્રો પર રસીકરણ હંગામી રીતે અટકાવવવું પડ્યું હતું. એટલે રસીની ઉપલબ્ધતાના સ્ટોકને ધ્યાનમાં રાખીને રસીકરણ ઝુંબેશની યોજના દૈનિક આધારે બનાવવામાં આવી હતી. BMCને કોવિશિલ્ડ રસીના 1.50 લાખ ડોઝ અને કોવાક્સિનના 8000 ડોઝ મળ્યા છે. આ સ્ટોક કાંજુરમાર્ગના રસી સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં વી છે. અહીંથી રસીકરણ કેન્દ્રોમાં રસીનો સપ્લાય પૂરો પડાશે.