મતપત્રક-EVMથી મત આપવાનો વિકલ્પ હોવો જોઈએઃ પટોલેે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVMs) સિવાય મતપત્રક (બેલેટ પેપર)થી  માગને લઈને વિચારવિમર્શ જારી છે, કેમ કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA)ના નેતાઓએ મુદ્દે અલગ રીતે વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રના ઉપ-મુખ્ય પ્રધાન અજિત પવારના ઈવીએમમાં વિશ્વાસ હોવાની ટિપ્પણી પર પ્રતિક્રિઆ વ્યક્ત કરતાં રાજ્ય કોંગ્રેસપ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કો બેલેટ પેપર અને ઈવીએમ – એમ બંને વિકલ્પ હોવા જોઈએ અને મતદાન માટે પોતાનો વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી જોઈએ.

બંધારણના આર્ટિકલ 328 હેઠળ રાજ્ય સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે અને એ નક્કી કરવાનો હક છે કે એ વિધાનસભાની ચૂંટણી બેલેટ પેપર અથવા ઈવીએમના માધ્યમથી કરાવવા ઇચ્છે છે. જો હું પેપર પર મત આપવા ઇચ્છું છું તો મારી પાસે વિકલ્પ હોવો જોઈએ. જો તેઓ (અજિત પવાર) ઈવીએમ પર મત આપવા ઇચ્છતા હોય તો તેઓ એ રીતે મત આપી શકે છે. એ એમનો અભિપ્રાય છે અને આ મારો મત છે, એમ પટોલેએ કહ્યું હતું.

આ પહેલાં ગુરુવારે પવારે કહ્યું હતું કે તેમણે ઈવીએમ પર પૂરો વિશ્વાસ છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો શું કરે, જો કોઈ પાર્ટી ભારે જનાદેશ સાથે જીતે છે તો બધું બરાબર છે, પણ જેવી રીતે કોઈ પાર્ટી ચૂંટણી હારે છે તો ઈવીએમ પર હારનું ઠીકરું ફોડે છે, એમ તેમણે કહ્યું હતું.