મહારાષ્ટ્રના રાજ્યપાલને પરત બોલાવવાની શિવસેનાની કેન્દ્રને અરજ

મુંબઈઃ શિવસેનાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે કેન્દ્ર સરકાર જો ઇચ્છે કે બંધારણ જાળવી રાખવું છે તો તેમને પરત બોલાવી લે. મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સ્થિર અને મજબૂત છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર હુમલો કરવા માટે રાજ્યપાલનો સહારો નહીં લઈ શકે. શિવસેનાએ કેન્દ્ર સરકારને રાજ્યપાલ કોશિયારીને પર બોલાવવાની અરજ પણ કરી છે.

શિવસેનાનાનું ન્યૂઝપેપર ‘સામના’ના સંપાદકીય લેખ અનુસાર રાજ્યપાલ કોશિયારી ફરી એક વાર ન્યૂઝમાં છે. તેઓ કેટલાંય વર્ષોથી રાજકારણ છે. તેઓ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે, પણ તેઓ જ્યારથી રાજ્યના રાજ્યપાલ બન્યા છે, ત્યારથી હંમેશાં ન્યૂઝમાં રહ્યા છે અને વિવાદોમાં ઘેરાયેલા છે.

રાજ્યપાલ હાલમાં વિમાનના ઉપયોગને લઈને ન્યૂઝમાં હતા. તેઓ વિમાનથી દહેરાદૂન જવા માટે મુંબઈ એરપોર્ટ ગયા હતા, પણ સરકારે તેમને સરકારી વિમાનથી દહેરાદૂન જવાની મંજૂરી ના આપી, જેથી તેમણે ખાનગી વિમાનથી દહેરાદૂન જવું પડ્યું હતું. આ મામલે શિવસેનાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે વિપક્ષ ભાજપ આને મુદ્દો બનાવીની રહી છે.

સરકાર જ્યારે વિમાનને ઉડાડવાની મંજૂરી નથી આપી તો તેઓ વિમાનમાં બેઠા કેમ? રાજ્યપાલનો ખાનગી પ્રવાસ હતો તો કાયદા અનુસાર રાજ્યપાલ કે મુખ્ય પ્રધાન ખાનગી પ્રવાસ માટે સરકારી વિમાનનો ઉપયોગ ના કરી શકે. જ્યારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે રાજ્ય સરકારને અહંકાર હોવાનો આરોપ લગાવ્યો હતો.