તહેવારોની મોસમમાં મુંબઈ, કોલકાતા રૂટ્સ પર એર ઈન્ડિયાની જમ્બો ફ્લાઈટ

મુંબઈ – સરકારી માલિકીની એરલાઈન એર ઈન્ડિયાએ તહેવારોની આગામી મોસમમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ખાસ મુંબઈ તથા કોલકાતા રૂટ્સ માટે જમ્બો જેટ વિમાન ઉડાડવાનું નક્કી કર્યું છે.

એર ઈન્ડિયાએ સ્થાનિક સ્તરે બે મહત્ત્વના એવા, મુંબઈ અને કોલકાતા રૂટ પર 423-સીટવાળું ડબલ-ડેકર બોઈંગ 747 વિમાન ફ્લાય કરવાનું નક્કી કર્યું છે. આ ફ્લાઈટ સેવા 16 ઓક્ટોબરથી શરૂ કરાશે.

આ જમ્બો વિમાન દિવાળીની મોસમ દરમિયાન પેસેન્જર ડીમાન્ડને પહોંચી વળવા માટે 1-11 નવેંબર સુધી દિલ્હી-મુંબઈ-દિલ્હી સેક્ટર ઉપર પણ દરરોજ બે ફ્લાઈટ ઓપરેટ કરશે.

આ વિમાનમાં, 12 સીટ ફર્સ્ટ ક્લાસમાં, 26 બિઝનેસમાં અને 385 ઈકોનોમી ક્લાસમાં હશે.

16-21 ઓક્ટોબર વચ્ચે નવી દિલ્હીથી મુંબઈ અને કોલકાતા માટે જમ્બો વિમાનની દરરોજ એક ફ્લાઈટ ઓપરેટ કરાશે.

ઓક્ટોબરના પહેલા તબક્કામાં કોલકાતાને આવરી લેવામાં આવશે અને મુંબઈને નવેંબરના બીજા તબક્કામાં.

સામાન્ય રીતે, ચાર-એન્જીનવાળા આ વિમાનોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર તેમજ વીવીઆઈપી લોકોને સફર માટે કરવામાં આવે છે.

2018નું વર્ષ બોઈંગ 747ની સેવાનું 50મું વર્ષ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]