મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક તરફ એસ.ટી. બસ કર્મચારીઓની હડતાળનો હજી નિવેડો આવ્યો નથી ત્યાં રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર માટે નવું ટેન્શન ઊભું થયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો સરકાર એમની માગણીઓનો સ્વીકાર નહીં કરે તો તેઓ હડતાળ પર જશે.
સરકારી કર્મચારીઓએ એમની વિવિધ માગણીઓ અંગેનો પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને સુપર કર્યો છે. પત્રમાં 17 લાખ કર્મચારીઓ વતી 28 માગણીઓ દર્શાવવામાં આવી છે. એમણે જણાવ્યું છે કે જો માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ આવતી 23 અને 24 ફેબ્રુઆરીએ હડતાળ પર જશે.
માગણીઓ આ મુજબ છેઃ
- નિવૃત્તિ વય 60 વર્ષ કરવી
- જૂની પેન્શન યોજના લાગુ કરવી
- ખાલી પદો પર ભરતી કરવી
- કેન્દ્ર સરકારી કર્મચારીઓને મળે છે તેમ ટ્રાન્સપોર્ટ, શિક્ષણ, પ્રવાસ ભથ્થાં મળવા જોઈએ