ચોકલેટ કેક-બેસનના પકોડા બનાવનાર પર લોકો ભડકી-ગયા

મુંબઈઃ રસ્તા પરના એક ફેરિયાને ચોકલેટ કેક અને બેસન મિશ્રિત એક વિચિત્ર વાનગી બનાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરાતાં અનેક ઈન્ટરનેટ યૂઝર્સ એ ફેરિયા પર ભડકી ગયા છે અને વાનગી બનાવવાની આવી અજમાયશ પ્રત્યે ચીડ વ્યક્ત કરી છે. આ વિડિયો @wannabefoodie69 યૂઝરનેમવાળા સાર્થક જૈન નામના એક ફૂડ બ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે ફેરિયો પકોડા બનાવવા માટે ચોકલેટ કેકના બે ટૂકડા કરે છે અને એને ચણાના લોટ (બેસન)ના ખીરામાં બોળીને ઉકળતા તેલમાં નાખીને તળે છે. ત્યારબાદ સાર્થક જૈન એ વિચિત્ર પકોડાનું બટકું ભરે છે, પણ એનો સ્વાદ ખરાબ લાગતાં એને થૂંકી નાખે છે. બ્લોગર સાર્થકે વિડિયોનું લોકેશન અને ફૂડ સ્ટોલનું સરનામું આપ્યું નથી.

આ વિડિયોને 35 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ઘણા લોકોએ નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક જણે લખ્યું છેઃ ‘દુનિયા ખતમ થઈ જશે.’ બીજા એક જણે લખ્યું છેઃ ‘ખાવાની ચીજોની શું કામ વાટ લગાવો છો. મીઠાને મીઠું અને તીખાને તીખું જ રહેવા દો ને. આમેય કોરોનાવાઈરસે સ્વાદેન્દ્રિયને બગાડી નાખી છે. એક અન્યએ લખ્યું છેઃ ‘શા માટે ભાઈ શા માટે.’

https://www.instagram.com/p/CZJ2rjWpzC_/