ટ્રક ડ્રાઇવરોના ભારે વિરોધ પ્રદર્શનથી દબાણ અનુભવતા ટ્રુડો

ટોરંટોઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશના કોરોના રોગચાળા માટે લગાવવામાં આવેલાં નિયંત્રણો સામે અપાયેલી છૂટછાટ બાબતે વલણ સ્પષ્ટ કર્યું હતું. તેઓ હાલ અમેરિકાની સરહદ પાર કરવા માટે ઊભેલા દેખાવકારોના ભારે દબાણનો સામનો કરી રહ્યા છે.

કેનેડાના પ્રાંતોમાં ઓમિક્રોનના કેસોમાં ઘટાડાને લીધે પ્રતિબંધો હળવા કર્યા હતા, પણ ટ્રુડોએ એનો બચાવ કર્યો છે. જોકે ફેડરલ સરકારના આ નિર્ણયથી ટ્રક ડ્રાઇવરો નારાજ હતા. જોકે 15 જાન્યુઆરીથી ટ્રક ડ્રાઇવરો માટે કેનેડાના પ્રવેશ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

કોરોના રોગચાળા સામે રસી ફરજિયાત છે, એ વાસ્તવિકતા છે અને કેનેડામાં આશરે 90 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેથી કોરોના રોગચાળો કેનેડામાં ઘાતક નથી બન્યો, એમ ટ્રુડોએ ઓટાવામાં સંસદમાં કહ્યું હતું. કેનેડામાં હાલના સપ્તાહોમાં કોરોના રોગચાળાને કારણે લાગેલા પ્રતિબંધોની સામે દેખાવો કરી રહ્યા છે.

આ ટ્રક ડ્રાઇવરોની ટ્રકોએ ડેટ્રોઇટ અને વિન્ડસરની વચ્ચેના એમ્બેસેડર બ્રિજ, ઓન્ટારિયોમાં સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિક જામ કર્યો હતો. આ બ્રિજ અમેરિકા અને કેનેડાની વચ્ચે 25 ટકા વેપારનું વહન કરે છે. કેનેડાના સંસદસભ્યોએ આ ટ્રાફિક જામને કારણે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ અવરોધે છેલ્લા 10 દિવસમાં 400થી વધુ ટ્રકોએ ઓટાવાને બાનમાં લીધું હતું.  કેનેડામાં કોરોના રસી ફરજિયાત બનાવવામાં આવતાં હજ્જારોની સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો દેખાવો કરી રહ્યા છે.