ઓમિક્રોન થયા પછી લાંબા ગાળે કોરોના સંક્રમણની આશંકા?

ન્યુ યોર્કઃ કોરોના રોગચાળાના ઓમિક્રોનના સંક્રમણ પછી કોરોના સંક્રમણની અસર લાંબા સમય સુધી રહે છે, એવું ડોક્ટરોનું માનવું છે. વળી, આમાં ઓમિક્રોન થયા પછી કોરોના સંક્રમણની અસર લાંબા સમય સુધી તો રહે છે અને એની ખબર કેટલાંક સપ્તાહો પછી માલૂમ પડે છે. વળી, એની અસર પ્રારંભિક લક્ષણો દૂર થયાના આશરે 90 દિવસો પછી દેખાય છે, એમ WHOનાં મારિયા વેન કેરખોવે આ સપ્તાહે કહ્યું હતું.

ઓવરઓલ, કેટલાક અંદાજો અનુસાર કોરોના સંક્રમિત દર્દીઓના એક તૃતીયાંશ લોકોમાં લાંબા ગાળે કોરોના રોગચાળાના કેટલાંક લક્ષણો દેખા દે છે. આ કોરોનાનાં લક્ષણોમાં થાક લાગવો, શ્વાસ ટૂંકા અથવા ઝડપથી ચાલવા, માથામાં દુખાવો, એન્ઝાઇટી અને અન્ય સમસ્યાઓની શરૂઆત થાય છે, પણ સંશોધનથી માલૂમ પડ્યું છે કે એ હળવા સંક્રમણ પછી પણ થઈ શકે છે. ગયા વર્ષે ઓમિક્રોનના સંક્રમણ પછી એ ઝડપથી વિશ્વમાં પ્રસર્યો હતો. જોકે પ્રારંભમાં એ ડેલ્ટા વેરિયેન્ટની તુલનામાં સામાન્ય બીમારી જેવો લાગે છે, પણ પછી એ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને હોસ્પિટલો ફરી એક વાર ઉભરાવા માંડે છે. 

જોકે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડો. લિન્ડા ગેંગે કહ્યું હતું કે હજી રોગીઓમાં એક કોરોનાની નવી લહેરની સંભાવના વિશે કંઈ કહી ન શકાય, પણ આપણે હજી પણ સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે અને સાથે તૈયાર પણ રહેવું જોઈએ.