‘દંગલ’ અભિનેત્રી ઝાયરા વસીમની વિમાનમાં છેડતી કરનાર વિકાસ સચદેવાની ધરપકડ

મુંબઈ – આઠ મહિના પહેલાં, ‘વિસ્તારા’ એરલાઈન કંપનીનું વિમાન સફરમાં હતું એ વખતે હિન્દી ફિલ્મ ‘દંગલ’ની સગીર વયની અભિનેત્રી ઝાયરા વસીમની છેડતી કરવાના કેસમાં મુંબઈ પોલીસે 39 વર્ષીય વિકાસ સચદેવાની ગઈ કાલે ધરપકડ કરી છે.

તે ફ્લાઈટ દિલ્હીથી મુંબઈ આવી રહી હતી ત્યારે સહ-પ્રવાસી સચદેવાએ કશ્મીરનિવાસી ઝાયરા સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે.

ઝાયરાએ ફ્લાઈટ મુંબઈ પહોંચી ત્યારે તરત જ પોતાનાં મોબાઈલ પરથી આંખમાં આંસુ સાથે વિડિયો નિવેદન સોશિયલ મિડિયા પર શેર કર્યું હતું.

સહાર એરપોર્ટ પોલીસે ત્યારબાદ ગોરેગામ (ઈસ્ટ) સ્થિત દિંડોશી ખાતેની કોર્ટમાં સચજેવા સામે આરોપનામું રજૂ કર્યું હતું.

httpss://twitter.com/sudhirkumar62/status/939712482100121600

સચદેવાની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POSCO) કાયદા હેઠળ તેમજ ઈન્ડિયન પીનલ કોડની કલમ 354 (મહિલાની છેડતી) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી, પણ એનો જામીન પર છૂટકારો થયો હતો.

સચદેવા ત્યારે ઝાયરાની પાછળની સીટ પર બેઠો હતો અને ઝાયરાની ગરદન અને પીઠ પર પોતાનો પગ ફેરવી એની સાથે ગેરવર્તન કર્યું હતું.

સચદેવાએ ત્યારે પોતાના બચાવમાં એમ કહ્યું હતું કે એ થાકી ગયો હતો અને ઊંઘમાં હતો એટલે ભૂલમાં એનો પગ ઝાયરાને સ્પર્શી ગયો હતો.

સચદેવાની લીગલ ટીમે એવો સવાલ પણ કર્યો હતો કે ઝાયરાએ એ જ વખતે કેમ બૂમાબૂમ કરી નહોતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]