રાજકોટ: ક્ષત્રિય વિવાદ વચ્ચે આજે સવારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા.
આજે સવારે નવ વાગ્યે યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ રોડ શો કર્યો.
બહુમાળી ભવન ચોકમાં વિશાળ જનમેદની સાથે સભા યોજી તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, દિલીપ સંઘાણી સહિતના ભાજપના ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા હતા.
છેલ્લી ઘડી સુધી એટલે કે સોમવાર રાત સુધી સરકારે ગાંધીનગરમાં ક્ષત્રિય વિવાદ ઉકેલવા કવાયત કરી પરંતુ વિવાદ ઉકેલાયો નથી. અંતે આજે રૂપાલા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નીશુ કાચા)
