નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. આપપ્રમુખ અને દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલે PM મોદીને પત્ર લખીને સ્કૂલ ને કોલેજના વિદ્યાર્થીઓ માટે મેટ્રો ભાડામાં 50 ટકા સબસિડી આપવાની માગ કરી છે. તેમણે પત્રમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર- બંનેએ આ પ્રસ્તાવને લાગુ કરવામાં થનારા ખર્ચને અડધો-અડધો વહન કરવાની માગ કરી છે.
આ પત્ર દ્વારા તેમણે દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટની માગ કરી છે. તેમણે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી મેટ્રોમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેનો હિસ્સો છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓને દિલ્હી મેટ્રોમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. આનો ખર્ચ કેન્દ્ર અને દિલ્હી બંને સરકારે ઉઠાવવો જોઈએ. કેજરીવાલે કહ્યું હતું કે AAP સરકાર વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરીની યોજના બનાવી રહી છે.
કેજરીવાલે પત્રમાં એ પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓ માટે પસપ્રવાસ સંપૂર્ણપણે મફત કરવાની યોજના બનાવી રહી છે. એમણે આશા વ્યક્ત કરી હતી કે PM મોદી આ પ્રસ્તાવ પર સહમત થશે. હાલ દિલ્હીમાં મહિલા યાત્રાઓ માટે બસ યાત્રા મફત છે. હવે દિલ્હી સરકાર એને વિદ્યાર્થીઓ માટે પણ પ્રવાસ મફત કરવાની યોજના બનાવી રહી છે.
बस और मेट्रो के किराए का ख़र्च अब शिक्षा में रुकावट नहीं बनेगा।
हमारी सरकार बनने पर हम स्कूल-कॉलेज के छात्रों के लिए बसों में मुफ्त सफ़र शुरू करेंगे और मेट्रो किराए में भी रियायत देंगे।
छात्रों पर ख़र्च होने वाला हर एक पैसा देश के भविष्य में निवेश है। pic.twitter.com/KN2q1LRmF6
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 17, 2025
આ સાથે ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લિકર કૌભાંડ સાથે જોડાયલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ દિલ્હીના LG વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે EDએ સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતાં પહેલાં મંજૂરી લેવી પડશે.