વધતા તણાવ વચ્ચે ઈરાને અંડરગ્રાઉન્ડ ‘મિસાઈલ શહેર’નો વિડીયો બહાર પાડ્યો

તહેરાન: ઈરાને તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વિડીયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વિડીયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.

ઈરાનનો વિડીયો દ્વારા મેસેજ આપવા પ્રયાસ! 

ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવી છે છે. આ વિડીયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે,સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈ પણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે.

વીડિયોમાં શું દેખાયું? 

85 સેકન્ડના આ વિડીયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાગેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલો અને રોકેટ વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે. તેમાં ખૈબર શિકાન, કાદર-એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો.