ઈરાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અમેરિકાને આપ્યો નવો પ્રસ્તાવ

13

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાની મધ્યસ્થી મારફતે અમેરિકાને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે નવો પ્રસ્તાવ આપ્યો છે, એમ અમેરિકી અધિકારી અને મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી હતી. જોકે પરમાણુ ચર્ચાઓને પછી માટે મુલતવી રાખવાની શરત સાથે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલમાં એ પણ જણાવાયું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટોચની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ ટીમ સાથે ઈરાન મુદ્દે સિચ્યુએશન રૂમ બેઠક કરશે, જેમાં આગળની કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવશે.

ટ્રમ્પનું નિવેદન

ઈરાને એવું પણ કહ્યું છે કે ઈરાનની સંપત્તિઓ પર લાગેલા પ્રતિબંધો અમેરિકા દૂર કરે. ટ્રમ્પે રવિવારે અગાઉ જ સંકેત આપ્યો હતો કે ઈરાની સરકાર સાથે સંપૂર્ણ સોદો ન થાય ત્યાં સુધી તેઓ આ પ્રતિબંધો યથાવત રાખવા મગે છે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની તાજેતરની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થ બનાવી અમેરિકન પક્ષને લેખિત સંદેશાઓ મોકલ્યા હતા. તેમાં પ્રાદેશિક પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી અને દેશની કેટલીક વિશેષ મર્યાદાઓ દર્શાવવામાં આવી હતી. તેમાં પરમાણુ મુદ્દો અને હોર્મુઝ જેવા મુદ્દાઓ સામેલ હતા.

રેવોલ્યુશનરી ગાર્ડ્સની ચેતવણી

હોર્મુઝ જળમાર્ગ બંધ રહેવાને કારણે યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ તેજ બન્યું છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું હતું કે તેમનો નાકાબંધી હટાવવાનો કોઈ ઇરાદો નથી. જેને કારણે ભારે અસ્થિરતા ફેલાઈ છે. ગાર્ડ્સે પોતાના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ રાખવું અને તેના પ્રભાવોની છાયા પ્રદેશમાં અમેરિકા તથા વ્હાઇટ હાઉસના સમર્થકો પર જાળવી રાખવું એ ઇસ્લામિક ઈરાનની નિર્ણાયક વ્યૂહરચના છે.