નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે, તેઓ એ કાયદાનું સમર્થન કરશે કે જેના લાગુ થવા પર તેમને 2024 માં રાષ્ટ્રપતિના રુપમાં પાંચમો કાર્યકાળ ચલાવવાની મંજૂરી મળશે. મંગળવારના રોજ રશિયાની સંસદના નીચલા સદનમાં 27 વર્ષ જૂના સંવિધાનને બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો પુતિન 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહી શકશે. 67 વર્ષીય પુતિને વર્ષ 2000 માં પ્રથમવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, ત્યારથી જ સતત તેઓ સત્તામાં છે.
દાયદાના જાણકારો સાથે વાત કર્યા બાદ પુતિન સંસદના નિચલા સદ ડ્યૂમામાં આ પ્રસ્તાવ લઈને આવ્યા છે. પુતિને કહ્યું કે, તેમનું માનવું છે કે તેમને રશિયાની સ્થિરતા માટે ફરીથી સત્તામાં આવવું જોઈએ. ડ્યૂમામાં યુનાઈટેડ રશિયા પાર્ટી બહુમતમાં છે, એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે, પુતિનને રાષ્ટ્રપતિ બનાવી રાખવાનો પ્રસ્તાવ પાસ થઈ જશે. જો આ પ્રસ્તાવ પાસ થાય તો પુતિનને 6-6 વર્ષ માટે બે વધારે કાર્યકાળ પૂર્ણ કરવાની તક મળી જશે. પુતિનનો વર્તમાન કાર્યકાળ 2024 માં પૂરો થશે. પુતિને કહ્યું કે, રાષ્ટ્રપતિ રાજ્યની સુરક્ષા, આંતરિક સ્થિરતા અને વિકાસવાદી સ્થિરતાના ગેરન્ટર હોય છે.
પુતિને સાંસદ વેલેંતીન તેરેશકોવા દ્વારા લાવવામાં પ્રસ્તાવનું સમર્થન કર્યું છે કે જેમણે રાષ્ટ્રપતિ પદ માટે બે કાર્યકાળને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ કર્યો છે. તેરેશકોવા 1963 માં અંતરિક્ષ જનારા પ્રથમ મહિલા બન્યા હતા. પુતિન 20 વર્ષ કરતા વધારે સમયથી સત્તામાં છે. સોવિયત તાનાશાહ જોસેફ સ્ટાલિન બાદ રશિયાના સર્વાધિક લાંબા સમય સુધી નેતૃત્વ સંભાળનારા નેતા બની ગયા છે.
હકીકતમાં રશિયાના સંવિધાન અનુસાર, પુતિન 2024 માં રાષ્ટ્રપતિ ચૂંટણી નહી લડી શકે. સંવિધાન અનુસાર કોઈપણ વ્યક્તિ સતત બે વારથી વધારે રાષ્ટ્રપતિના પદ પર ન રહી શકે. પુતિન વર્ષ 2000 થી 2008 સુધી બે વાર રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ત્યારબાદ પુતિન પોતાના નજીકના મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવી દિધા હતા, તે સમયે પુતિન વડાપ્રધાન બની ગયા હતા. મેદવેદેવના રાષ્ટ્રપતિ રહેતા સમયે પુતિને રાષ્ટ્રપતિનો કાર્યકાળ 6 વર્ષનો કરી દીધો હતો. હવે પુતિન સંવિધાનમાં સંશોધન કરીને 2024 બાદ પણ 12 વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ પર રહેવા ઈચ્છે છે.