અમેરિકન સંસદે બાઈડનને વિજેતા જાહેર કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાની સંસદે ગયા વર્ષના નવેમ્બરમાં યોજાઈ ગયેલી દેશના પ્રમુખપદની ચૂંટણીમાં સૌથી વધારે ઈલેક્ટોરલ વોટ હાંસલ કરનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડનને આજે સત્તાવાર રીતે વિજેતા જાહેર કર્યા છે. સંસદે આ ઉપરાંત બાઈડનના ડેપ્યૂટી – ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસની જીતને પણ સ્વીકૃતિ આપી છે. હવે 20 જાન્યુઆરીએ અમેરિકામાં ઉચિત રીતે સત્તાનું હસ્તાંતરણ થશે. બાઈડન દેશના નવા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. પેન્સિલ્વેનિયા અને એરિઝોના રાજ્યોમાં મતગણતરી સામે ઉઠાવવામાં આવેલા વાંધા-વિરોધને આજે અમેરિકી સંસદના બંને ગૃહ – સેનેટ અને પ્રતિનિધ સભાએ નકારી કાઢ્યા બાદ ઈલેક્ટોરલ વોટ્સને મંજૂરી મળી ગઈ છે.

પેન્સિલ્વેનિયા અને એરિઝોના રાજ્યોમાં મતગણતરી સામે ઉઠાવવામાં આવેલા વાંધા-વિરોધને આજે અમેરિકી સંસદના બંને ગૃહ – સેનેટ અને પ્રતિનિધ સભાએ નકારી કાઢ્યા બાદ ઈલેક્ટોરલ વોટ્સને મંજૂરી મળી ગઈ છે. પેન્સની આ જાહેરાત બાદ એમના સિનિયર અને અમેરિકાના વર્તમાન પ્રમુખ, રીપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી જ વાર પોતાની હાર કબૂલ કરી છે અને કહ્યું છે કે પોતે 20 જાન્યુઆરીએ એમની સત્તા છોડી દેશે.