US કેપિટોલમાં હિંસાઃ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમ્પિચમેન્ટની શક્યતા

વોશિંગ્ટનઃ યુએસ કેપિટોલમાં ટ્રમ્પના સમર્થકોના હુમલા પછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર ઇમ્પિચમેન્ટનો સામનો કરે એવી સંભાવના છે, કેમ કે અમેરિકાની કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જો બાઇડનને જીતને પ્રમાણિત કરી દીધી છે. બીજી બાજુ ડેમોક્રેટિક નેતાઓએ તેમને કાઢી મૂકવાની માગ કરી હતી. જોકે સામે પક્ષે ટ્રમ્પે નરમ વલણ અપનાવતાં વિડિયો સંદેશ જારી કરીને હિંસક અથડામણની નિંદા કરી હતી. તેમણે હિંસાની નિંદા કરતાં કહ્યું હતું કે તોફાનીઓએ અમેરિકન લોકશાહી કાળો ધબ્બો લગાવ્યો છે અને તેઓ જવાબદાર હોવા જોઈએ.

જોકે એક દિવસ પહેલાં ટ્રમ્પે સમર્થકોને કહ્યું હતું કે તમે ખૂબ ખાસ છો, અમે તમને પ્રેમ કરીએ છી. જોકે તેમણે કેપિટોલમાં સમર્થકોના પ્રવેશ પછી તેમને ઘરે જવા વિનંતી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે 20 જાન્યુઆરીએ એક નવા વહીવટી તંત્રનું ઉદઘાટન કરવામાં આવશે. મારું ધ્યાન હવે સત્તાનું સુચારુ, વ્યવસ્થિત અને નિર્વિઘ્ને સત્તાના હસ્તાંતરણ થવા પર છે. આપણે હમણાં જ ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર થયા છીએ અને તમારી ભાવનમાઓ ખૂબ છે, પરંતુ હવે ગુસ્સો શાંત થવો જોઈએ.  આપણે અમેરિકાના વેપાર-વ્યવસાયને આગળ વધવા દેવા જોઈએ.આપણે નવા રાષ્ટ્રપ્રમુખને સ્વીકારવા જોઈએ, એમ રિપબ્લિકન ટ્રમ્પે કહ્યું હતું.

ટ્રમ્પે ત્રીજી નવેમ્બરની ચૂંટણીમાં છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો, પણ એ માટે કોઈ પુરાવા નથી. હજી તેઓ દાવો કરી રહ્યા છે ચૂંટણીની ચોરી થઈ છે. જોકે એ પછી તેમના સમર્થકો દ્વારા હિંસા આચરવામાં આવી હતી.

યુએસ કેપિટોલ હિંસમાં પ્રદર્શનકારીઓમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં છે. કેપિટોલ પોલીસ અધિકારીનું પણ મોત થયું હતું, એવા અહેવાલ હતા.