મુંબઈઃ કોરોના સંકટને કારણે હજ યાત્રા પર બે વર્ષના પ્રતિબંધ પછી વર્ષ 2022માં થનારી હજ યાત્રા માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ સાથે કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાના પ્રધાન મુખ્તાર અબ્સાસ નકવીએ મક્કા-મદીનાની હજ યાત્રા માટે મહત્ત્વના સુધારાને વધારવાની જાહેરાત કરી હતી. હજ 2022નું એલાન કરતાં નકવીએ કહ્યું હતું કે હજ પ્રક્રિયા 100 ટકા ઓનલાઇન હશે. વળી, આ યાત્રા માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે. લોકો હજ મોબાઇલ એપ દ્વારા પણ અરજી કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે બધા મુસલમાનો જે સંપૂર્ણ રીતે રસી લીધેલી હશે અને આગામી વર્ષે હજ યાત્રા કરવા માગતા હશે, જેમાં પુરુષ સાથી વગર પણ મહિલાઓ જવા ઇચ્છતી હશે તેઓ પણ અરજી કરી શકે છે. વોકલ ફોર લોકલ પર ભાર મૂકવાની સાથે હજ-2022 હજયાત્રીને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા આગ્ર કર્યો હતો. આ પહેલાં હજ યાત્રીઓ સાઉદી અરેબિયાના ચલણમાં ચાદર, તકિયા, રૂમાલ અને છત્રીઓ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદતા હતા, જે સાઉદી અરેબિયાની તુલનામાં આશરે 50 ટકા વધુ કિંમતે ઉપલબ્ધ થતી હતી., એમ તેમણે કહ્યું હતું.
હજયાત્રીઓ જો સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખશે તો હજયાત્રીઓના વાર્ષિક બે લાખની બચત થશે. તેમણે કહ્યું હતું કે 3000થી વધુ મહિલાઓઓ પુરુષ સાથી વગરની શ્રેણીમાં હજ માટે અરજી કરી હતી, તે પણ હજ 2022 માટે પાત્ર ગણાશે. તેમને લોટરી પ્રણાલીમાંથી છૂટ આપવામાં આવશે.