100થી વધુ વૈશ્વિક નેતાઓનો જંગલોના કાપને અટકાવવાનો સંકલ્પ

ગ્લાસગોઃ સોમવાર મોડી રાત્રથી 100થી વધુ વૈશ્વિક નેતાઓએ આ દાયકાના અંત સુધી જંગલોના કપાત અને ભૂમિના બિન ફળદ્રુપ થતી રોકવા માટે સંકલ્પ લીધો હતો, તેમ છતાં  વનોના સંરક્ષણ અને ફળદ્રુપ બનાવવા માટે જાહેર અને ખાનગી ફંડોનું મૂડીરોકાણ 19 કરોડ ડોલર ઓછું છે.

ગ્લાસગોમાં COP26  ક્લાયમેટ વાટાઘાટમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો સહિત અનેક દેશોના નેતાઓએ સંયુક્ત નિવેદનને સમર્થન કર્યું હતું. આ દેશો પાસે સંયુક્ત રીતે વિશ્વના 85 ટકા જંગલોનો હિસ્સો છે.

ગ્લાસગોના નેતાઓ દ્વારા અને યુકેના વડા પ્રધાનની ઓફિસના એક નિવેદન અનુસાર જંગલ અને ભૂમિના સંરક્ષણ પર નેતાઓ વતી જાહેર કર્યું હતું કે 13 મિલિયન સ્કવેર માઇલ્સથી વધુનાં જંગલોને કવર કરશે. અમારી પાસે પ્રકૃતિને સાચવવા અને સંરક્ષણ માટે તક છે, એમ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને આ સમજૂતીને અભૂતપૂર્વ ગણાવી હતી. એ લક્ષ્ય સુધી પહોંચવામાં માટે કેટલીય વધારાની સરકારી અને ખાખાનગી પહેલ શરૂ કરવામાં આવી હતી, જેમાં વન અને સ્થાયી કૃષિના સ્વદેશી રક્ષકો માટે અબજો પ્રતિજ્ઞાઓ સામેલ છે.

જંગલો આશરે 30 ટકા કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનને શોષે છે, એમ વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (WRI) કહે છે. જંગલો વાતાવરણમાંથી પ્રદૂષણને ઓછું કરે છે અને જળવાયુને ગરમ થતા અટકાવે છે. તેમ છતાં કુદરતી જળવાયુ બફર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. વિશ્વએ 2020 સુધીમાં 2,58,000 સ્કવેર કિલોમીટરનો જંગલ વિસ્તાર ગુમાવી દીધો છે, એમ WRI કહે છે.