ઓમિક્રોનનો વેરિયેન્ટનો પહેલો ફોટોઃ ડેલ્ટા કરતાં વધુ જોખમી

જિનિવાઃ કોરોના વાઇરસના નવો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનાએ અનેક ગણો વધુ મ્યુટેશન થઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ઓમિક્રોનની સૌપ્રથમ વાર સામે આવેલા ફોટોથી થયો છે. રોમની બેમબિનો ગેસુ હોસ્પિટલે આ નવા વેરિયન્ટની સૌપ્રથમ વાર ફોટો પ્રકાશિત કર્યો છે. નવા વેરિયન્ટ પર રિસર્ચ કરતી ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ફોટોનું વિવિધ ત્રિ-ડાઇમેન્શલ રિસર્ચ કર્યા પછી ખબર પડી છે કે નવો વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીએ કેટલાંય સ્વરૂપો બદલી રહ્યો છે. એ પ્રોટિનના ક્ષેત્રમાં હ્યુમન સેલ્સ સાથે જોડાણ કરે છે, એમ સંશોધનકર્તાઓની ટીમે એક નિવેદનમાં કહ્યું હતું. આ ઉપરાંત એ સતત મ્યુટેટ થઈ રહ્યો છે.

રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે એનો અર્થ એવો નથી કે એ વધુ જોખમી છે કે ઓછો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વેરિયન્ટ ડેલ્ટા અથવા અન્ય કોઈ વેરિયન્ટની સરખામણીએ કેટલો જોખમી એ વિશે માહિતી મેળવવા માટેનું રિસર્ચ બાકી છે. આ રિસર્ચ પછી જ ખ્યાલ આવશે કે બોત્સાવાના અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા વેરિયન્ટ વિશેના એક અભ્યાસના આધારિત આ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નવા વેરિયન્ટ પર વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પણ હાલ કઈ સ્પષ્ટ માહિતી આપી શકે એમ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યારે હાલ જે પણ માહિતી મળી છે એ ખૂબ પ્રાથમિક છે. આ સંજોગોમાં કોઈપણ નિર્ણય પર પહોંચવા માટે રિસર્ચની જરૂર છે.