ટેક્સાસઃ ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં 19 બાળકો અને બે વયસ્કોની હત્યાની 15 મિનિટ પહેલાં 18 વર્ષીય ‘ગનમેન’ સાલ્વાડોર રામોસે તેની હત્યાની યોજનાને ફેસબુક પર અજાણ્યાને ત્રણ ખાનગી મેસેજ મોકલીને જાણ કરતા મેસેજ મોકલ્યા હતા. તેણે ત્રણ વખત એટેકના મેસેજ મોકલ્યા હતા. તેણે ત્રણ વાર હુમલાના મેસેજ મોકલ્યા હતા, એમ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું હતું, પણ ફેસબુકે પછીથી સ્પષ્ટતા કરી હતી કે તેણે ખાનગી મેસેજીસ મોકલ્યા હતા, પણ એ વિશે પોસ્ટ નહોતી કરી, જેના દર્શકો વધુ હતા.
આ હત્યારાએ સામૂહિક નરસંહાર કર્યાની 30 મિનિટ પહેલાં મેસેજમાં કહ્યું હતું કે તે તેની દાદીને ગોળી મારી દેશે. તેણે બીજા મેસેજમાં જણાવ્યું હતું કે તેણે તેની દાદીને ગોળી મારી દીધી છે અને હુમલાની 15 મિનિટ પહેલાં મોકલેલા ત્રીજા મેસજમાં જણાવ્યું હતું કે હું એક પ્રાથમિક સ્કૂલમાં શૂટિંગ (હુમલો) કરવા મટે જઉં છું.જોકે તેણે આ ત્રણ મેસેજીસ કોને મોકલ્યા એ સ્પષ્ટ નહોતું કર્યું અને કોઈ સ્કૂલનો ઉલ્લેખ નહોતો કર્યો.
આ ગનમેને હુમલાના કલાક પહેલાં એક અજનબીને ઇન્સ્ટાગ્રામ મેસેજ મોકલ્યો હતો. તેણે લખ્યું હતું કે હું આ હત્યાકાંડ કરવાનો છું. તેણે એ માટે salv8dorના યુઝરનેમનો ઉપયોગ કર્યો હતો. એ વખતે સાલ્વાડોર રામોસની ઓળખ થઈ એ પછી એ યુઝરનું નામ દૂર કરવામાં આવ્યું હતું. તેણે જેને મોકલ્યા હતા, એ @epnupues- યુઝરે કહ્યું હતું કે તે રામોસને બિલકુલ ઓળખતો નથી.ટેક્સાસની પ્રાથમિક સ્કૂલની શૂટરની માતાએ દાવો કર્યો હતો કે તેનો 18 વર્ષી પુત્ર હિંસક વ્યક્તિ નહોતી, તેણે સ્કૂલમાં કરેલા હુમલાથી તે આશ્ચર્યચકિત છે.