બધા પાસાઓ પર પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી વધુ સંદિગ્ધઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇસ્લામાબાદના એમ્બેસેડર દ્વારા કરવામાં આવેલી વિનાશકારી અને હાનિકારક ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનના બધા પાસામાં સૌથી સંદિગ્ધ ટ્રેક રેકોર્ડ છે. આ સભામાં બોલતાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ- રાજદૂત રુચિરા કમ્બોજે કહ્યું હતું કે અમે આ પડકારજનક સમયની વચ્ચે શાંતિની સંસ્કૃતિ વિકસિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમારું ધ્યાન રચનાત્મક વાતચીત પર સ્થિર રહે છે. અમે એ પ્રતિનિધિ મંડળને સન્માન અને કૂટનીતિના કેન્દ્રીય સિદ્ધાંતોની સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરીશું, જેમણે હમેશાં અમારી ચર્ચાનું માર્ગદર્શન કરવું જોઈએ.શું એ દેશની પાસે પૂછવા માટે વધુ બાબતો છે, જે પોતાનો સંદિગ્ધ ટ્રેક રેકોર્ડ રાખવા ઇચ્છે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતાં પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રદૂત મુનીર અકરમ દ્વારા કાશ્મીર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) અને અયોધ્યામાં રામ મંદિર સંદર્ભે ભારતની વિરુદ્ધ લાંબી ટિપ્પણી કર્યા બાદ UNમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે આકરી પ્રતિક્રિયા આપી હતી.

UNમાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું હતું કે આતંકવાદ, શાંતિની સંસ્કૃતિ અને બધા ધર્મોની મૂળ શિક્ષાના સીધા વિરોધમાં છે. એ કલહ ફેલાવે છે. દુશ્મની પેદા કરે અને સદભાવનાં મૂલ્યોને નબળાં બનાવે છે.

તેમણે કહ્યું હતું વિશ્વ ભૂરાજકીય તણાવ અને અસમાન વિકાસથી મહત્ત્વના પડકારોનો સામનો કરી રહ્યું છે. ચર્ચો, મઠો, મસ્જિદો, મંદિરો અને આરાધનાલયો સહિત પવિત્ર સ્થળો પર વધતા હુમલાથી અમે વિશેષ ચિંતિત છીએ.આવાં કૃત્યો માટે વૈશ્વિક સમાજે ત્વરિત અને એકજુટ પ્રતિક્રિયાની જરૂર છે.

ભારતમાં ના માત્ર હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મનું જન્મસ્થાન છે, બલકે ઇસ્લામ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ, અને પારસી ધર્મનો ગઢ પણ છે, એમ તેમણે કહ્યું હતું.