ઈસ્લામાબાદઃ ચૂંટણીને લગતી આચારસંહિતાનો ભંગ કરવા બદલ પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશના વડા પ્રધાન ઈમરાન ખાનને રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. ઈમરાન ખાને ખૈબર-પખ્તુંખ્વા પ્રાંતમાં સ્થાનિક સરકારી ચૂંટણી પૂર્વે સ્વાત વિસ્તારમાં એક ચૂંટણી રેલી યોજી હતી.
ચૂંટણી પંચે ગઈ 15 માર્ચે વડા પ્રધાન ઈમરાન ખાનને સ્વાતની મુલાકાતે જવા અને ત્યાં કોઈ પણ પ્રકારની ચૂંટણી સભા યોજવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ ઈમરાન ખાને તે આદેશની અવગણના કરી હતી અને તે આદેશના બીજા જ દિવસે સ્વાતમાં જઈને ચૂંટણી સભા યોજી હતી. ચૂંટણી પંચે આચારસંહિતા ઘડી છે તે મુજબ, સરકારી પદ ધરાવનાર કોઈએ પણ એવા જિલ્લાઓની મુલાકાતે જવું નહીં જ્યાં ચૂંટણી યોજાઈ રહી હોય. ખૈબર-પખ્તુંખ્વામાં 31 માર્ચે સ્થાનિક સરકારી ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે.