વાનકુંવરઃ કેનેડાના વાનકુંવરમાં રહેતા ભારતીય મૂળના રેજી ફિલિપે પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે પત્નીને 2020ની રોલ્સ રોયસ કલિનન ગિફ્ટ આપી છે. ગયા મહિને આ કપલની લગ્નની રજત જયંતી નિમિત્તે આ મોંઘી ભેટ પતિએ પત્નીને આપી હતી. રોલ્સ રોયસ કલિનન વૈશ્વિક ઓટો માર્કેટમાં અલ્ટ્રા- શાનદાર SUVમાંની એક છે, જેની ભારતીય ઓટો માર્કેટમાં પ્રારંભિક કિંમત રૂ. 8.02 કરોડ (એક્સ શો-રૂમ) છે.
રેજી ફિલિપની પત્ની એનીની રોલ્સ રોયસ સફેદ રંગની છે. આ લક્ઝુરિયસ SUVમાં 6.7 લિટર ટ્વિન-ટર્બો V12 એન્જિન લાગેલું છે. કલિનન લક્ઝરી કાર ઉત્પાદકની પહેલી SUV છે. મેજિક કાર્પેટ રાઇડ માટે કલિનન સેલ્ફ-લેવલિંગ એર સસ્પેશન, મોટા એર સ્ટ્રટ્સ અને મજબૂત ડ્રાઇવ અને પ્રોપેલર શાફ્ટની સાથે રિ-એન્જિનિયર્ડ ચેસિસ છે.
આ ગાડીમાં ફ્રન્ટ ડબલ-વિશબોન છે, જ્યારે રિયર એક્સલ પાંચ લિન્ક છે અને એડબ્લ્યુડી સિસ્ટમનો ઉપયોગ કરીને બધા વ્હીલને પાવર સપ્લાય કરવામાં આવે છે. 1930 લિટરની કાર્ગો ક્ષમતા સાથે ફોલ્ડેબલ રિયર સીટો, પિકનિક સીટોની એક જોડીની સાથે એક-બે ખંડ ક્લેપ ટેલગેટ, સુસાઇડ બેક ડોર, ઓટોમેટિકલ લોઅરિંગ સસ્પેન્શન 44 મિમી સુધી અને અન્ય ફીચર્સ રોલ્સ રોયસના મુખ્ય આકર્ષણો છે, એમ GaadWaadi.comનો રિપોર્ટ કહે છે.
એક SUV હોવાને લીધે રોલ્સ રોયસ કલિનનની લંબાઈ 5341 મિમી, ઊંચાઈ 1835 અને પહોળાઈ 2164 મિમી છે લક્ઝરી SUVમાં 560 લિટરની બૂટ સ્પેસ પણ મળે છે. બ્રિટિશ લક્ઝરી કાર ઉત્પાદક રોલ્સ રોયસ કલિનન બ્લેક બેઝ પણ આપે છે.