લગ્ને-લગ્ને કુંવારા આર્થરનાં નવ લગ્ન

સાઓ પાઉલોઃ લગ્ને-લગ્ને એક કુંવારી વ્યક્તિએ નવ મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે. તેના માટે તેની બધી પત્નીઓ સાથે બધાની અપેક્ષાઓ એકસાથે પૂરી કરવી અસંભવ હતી, પણ તેણે આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતાં તે વ્યક્તિએ એક રોસ્ટર બનાવ્યું, જેથી તે બધી પત્નીઓની સાથે સરખા ભાગે સમય વિતાવી શકે.

બ્રાઝિલિયન મોડલ અને એક્ટર ઓર્થર ઓ ઉર્સોએ બધી પત્નીઓને ખુશ રાખવા માટે એક રોસ્ટર બનાવ્યું હતું. જેથી કોઈ પણ પત્નીને એવું ન લાગે કે હું તેને ઇગ્નોર કરી રહ્યો છે. જોકે રોસ્ટરનું પાલન કરવા દરમ્યાન ઘણી મુશ્કેલીઓ સામે આવી હતી. કેટલીક વાર તો એવું લાગતું હતું કે મારે માત્ર રોસ્ટરને કારણે પત્નીઓને પ્રેમ કરવો પડી રહ્યો છે, એમ તેણે કહ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે મારી બધી પત્નીઓ એકમેકથી ઘણી ખુશ રહે છે. જોકે હું એક પત્નીને મોંઘી ગિફ્ટ આપું અને બીજીને થોડી નાની કે સસ્તી ગિફ્ટ આપું તો પત્નીઓ એકમેકની ગિફ્ટ જોઈને ઇર્ષ્યા જરૂર કરતી રહે છે.

આર્થર ગયા વર્ષે એકસાથે આઠ યુવતીઓ સાથે લગ્ન કરતાં ન્યૂઝમાં ચમક્યો હતો. તેનાં પહેલાં લગ્ન લુઆના કજાકીથી થયાં હતાં. તેનું કહેવું હતું કે તેણે ફ્રી લવને સેલિબ્રેટ કરવા માટે અને એક લગ્નનો વિરોધ કરવા માટે એકસાથે આઠ મહિલાઓ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે એક રિપોર્ટ મુજબ તેની એક પત્ની તેનાથી છૂટાછેડા લેવાનું વિચારી રહી છે. તે ઇચ્છે છે કે આર્થર માત્ર તેનો જ બનીને રહે, પણ આર્થર કહે છે, એવું ના થઈ શકે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]