કાઠમંડુઃ લદ્દાખમાં ભારતીય જમીન પર અડિંગો કરી જમાવી રહેલું ચીન નેપાળની જમીન પર કબજો જમાવી રહ્યું છે. નેપાળ અને ચીન –બંને દેશોની સરહદે નેપાળમાં ચીન દ્વારા અતિક્રમણ કરવાનો આરોપ નેપાળની સરકારે લગાવવામાં આવ્યો છે. ચીની ડ્રેગન નેપાળી વિસ્તારમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ અહેવાલ ગયા વર્ષના સપ્ટેમ્બરમાં દેશના પશ્ચિમી વિસ્તારમાં હુમલામાં ચીનના કબજા કરવાના સમાચારો પછી તૈયાર કરવામાં આવ્યો હતો.
જોકે ચીના કાઠમંડુ સ્થિત દૂતાવાસે આ કબજાની વાતને ફગાવી દીધો છે. જોકે આ બાબતે નેપાળ સરકારે દ્વારા કોઈ સત્તાવાર નિવેદન નથી કરવામાં આવ્યું. ચીન સાથે સંબંધ વણસે નહીં, એના ડરથી નેપાળ સરકાર આ રિપોર્ટને જાહેર કરવાથી ડરી રહી છે.
નેપાલની કેપી ઓલીના નેતૃત્વવાળી ભૂતપૂર્વ સરકારે ભારતને સંતુલિત કરવા માટે ચીનની સાથે દ્વિપક્ષી સંબંધો વધારવા શરૂ કર્યા હતા, પણ હવે ડ્રેગને નેપાળની પીઠમાં છરો ભોંક્યો છે. આ ખુલાસા પછી ચીન પર હવે દબાણ વધી ગયું છે. ચીન અને નેપાળની વચ્ચે આશરે 1400 કિલોમીટરની લાંબી સીમા રેખા છે, જે હિમાલયના પહાડોની વચ્ચે છે. વર્ષ 1960ના દાયકામાં બંને દેશોની વચ્ચે સરહદને લઈને સમજૂતી થઈ હતી. આ હુમલામાં ચીનના કબજા પછી નેપાળ સરકારે એક તપાસ ટીમ મોકલી હતી, જેથી ચીની કબજા વિશે માલૂમ કરી શકાય. ચીને નેપાળની જમીન પર બિલ્ડિંગ પણ બનાવી લીધું છે. આ તપાસ ટીમમાં પોલીસ અને સરકારના પ્રતિનિધિ સામેલ હતા. આ તપાસ રિપોર્ટમાં ચીને નેપાળની જમીન પર કબજો કર્યાની વાત સાચી માનવામાં આવી હતી. આ ઉપરાંત ચીની સૈનિકોએ નેપાળના લાલુગજોંગ વિસ્તારમાં પૂજા કરવા પર પણ નેપાળી લોકોને અટકાવ્યા હતા.