વોશિંગ્ટનઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસની વચ્ચે જારી યુદ્ધની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે ઇઝરાયેલે હમાસ જેવા કાયર આતંકવાદી સંગઠનને ખતમ કરવું જ પડશે, પણ ઇઝરાયેલ ગાઝાને ખતમ કરશે કે એના પર કબજો જમાવશે તો એ એની મોટી ભૂલ હશે.ઇઝરાયેલની મદદ કરવા માટે યુદ્ધમાં અમેરિકી સૈનિકોના પ્રવેશને તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલની પાસે સૌથી ઉમદા યુવતીઓની સેનામાંની એક છે. હું ગેરન્ટી આપું છું કે અમે તેમને તેમની દરેક જોઈતી ચીજવસ્તુ ઉપલબ્ધ કરાવીશું.
પેલેસ્ટાઇનના નિર્દોષ લોકોને ટૂંક સમયમાં દવા, ખાણીપીણીનો માલસામાન મળશે. એના માટે કામ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી વહીવટી તંત્ર ગાઝાથી નિર્દોષ બાળકો અને મહિલાઓને બહાર કાઢવા માટે એક માનવીય વિસ્તાર સ્થાપિત કરવા માટે ઇજિપ્તથી વાતચીત કરવામાં વ્યસ્ત છે, કેમ કે ઇઝરાયેલ ગાઝામાં જમીની ઓપરેશન કરવા માટે તૈયાર છે. આવામાં ઇજિપ્ત જ એક જ રસ્તો છે.
તેમણે કહ્યું હતું કે ગાઝા પર એક ઇઝરાયેલનો સંપૂર્ણ કબજો એ ભૂલ હશે. પેલેસ્ટેનિયનો હમાસ અને હિઝબુલ્લા જેવા ગ્રુપોને ટેકો નથી આપતા, એ આ પ્રદેશમાં શાંતિ માટે જરૂરી વાસ્તવિકતા છે, એમ તેમણે કહ્યું હતું. હમાસે જે રીતે નરસંહાર કર્યો છે, જે બર્બરતા કરી એ જરાય યોગ્ય નથી, એમ તેમણે કહ્યું હતું.