PM મોદીએ ફ્રાંસના એસ્ટ્રોનેટની ભારતયાત્રા પર આનંદ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ફ્રાંસના એસ્ટ્રોનોટ (અંતરિક્ષ યાત્રી) થોમસ પેસ્કેટે હાલમાં કહ્યું હતું કે ભારત એક મહત્ત્વની સફળતા હાંસલ કરવાની નજીક છે. ગગનયાન મિશન-જેનું લક્ષ્ય મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવાનું છે- એક બહુ પ્રભાવશાળી છે. વડા પ્રધાન મોદીએ ફ્રાંસિસી અંતરિક્ષ યાત્રી થોમસ પેસ્કેટની ભારત પર આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે X પર પોસ્ટ કર્યું હતું કે થોમસ પેસ્કેટ આનંદ છે કે તમે ભારત આવ્યા અને અમારા યુવાઓની વિજ્ઞાન અંતરિક્ષ અને સંશોધનના ક્ષેત્રમાં જીવંતતા અને ગતિશીલતાનો અનુભવ કર્યો છે. પેસ્કેટે તેમને ભારત આમંત્રિત કરવા માટે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે અંતરિક્ષ પ્રતિ દેશના ઝનૂનને જોવું એ તેમના માટે આંખ ઉઘાડનાર અનુભવ હતો.

X પર થોમસે લખ્યું હતું કે યુરોપ અને ભારતમાં લોકો જ્યારે મોટાં સપનાં જુએ છે, ત્યારે વિશ્વ બદલાઈ જાય છે. તેમણે ISROના વડા એસ. સોમનાથ સાથે મુલાકાત કરી હતી. તેમણે અંતરિક્ષ સમુદાયના નેતાઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

તેમણે ચંદ્રયાન અને મંગળ અંતરિક્ષ મિશનનોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું સૌપ્રથમ વાર ભારત આવ્યો છું અને હું વિચારું છું કે એ કેમ નહીં થાય? ગગનયાન પ્રોજેક્ટની સાથે ભારત કેપ્સ્યૂલ અને રોકેટની સાથે અંતરિક્ષમાં ઉડાનમાં દ્રઢતાથી સંલગ્ન છે. સપનાં જોવાવાળા ભારતીયોની કોઈ સીમા નથી, એમ તેમણે કહ્યું હતું.