કોરોના મામલે ટીકાઃ ઈટાલીના વડાપ્રધાને રાજીનામું આપ્યું

રોમઃ ઈટાલીમાં કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળવા બદલ વ્યાપકપણે ટીકા થતાં સહયોગી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધા બાદ દેશના વડા પ્રધાન ગિસેપ કોન્ટે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ નવેસરથી ચૂંટણી યોજવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

56-વર્ષીય કોન્તે આજે કેબિનેટની બેઠક બાદ દેશના પ્રમુખ સર્જિયો મેટરેલાને મળ્યા હતા અને પોતાનું રાજીનામું એમને સુપરત કરી દીધું હતું. એવું મનાય છે કે નવી સંયુક્ત સરકાર રચવા માટે પ્રમુખ મટેરેલા ફરી કોન્તેને જ ટેકો આપશે, જે આ કોરોના કટોકટીના કાળમાં અને આર્થિક મંદીના સમયમાંથી દેશને પાર ઉતારશે. કોન્તે 2018ની સાલથી બે સંયુક્ત સરકારની આગેવાની લઈ રહ્યા છે. હજી ગયા જ અઠવાડિયે તેઓ વિશ્વાસનો મત જીતવામાં સફળ રહ્યા હતા. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના 24,75,372 કેસ નોંધાયા છે અને 85,881 જણના મરણ થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]