અમેરિકામાં ફુગાવો વધવાને પગલે ફિયાટ કરન્સી માર્કેટમાં હિલચાલ વધી ગઈ છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ પોતપોતાની કરન્સીના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડા સામે રક્ષણ મેળવવા માટે ઓલ્ટરનેટિવ ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ શરૂ કર્યું તેને પગલે એ ક્રીપ્ટોના ભાવમાં ગુરુવારે વધારો થયો હતો.
ફેન્ટમ, સ્ટેલર લ્યુમેન્સ અને શિબા ઇનુ ટોકનના નેતૃત્વ હેઠળ ઓલ્ટરનેટિવ ક્રીપ્ટોમાં તેજી જોવા મળી હતી. આ લખાય છે તેની પહેલાંના ચોવીસ કલાકની અંદર એ બધી ક્રીપ્ટોના મૂલ્યમાં 10 ટકા કરતાં વધુની વૃદ્ધિ થઈ હતી.
નોંધનીય છે કે અમેરિકામાં ગ્રાહક ભાવાંક છેલ્લા કેટલાક દાયકાઓની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ડિસેમ્બરનો ભાવાંક સાત ટકાની ટોચે પહોંચ્યો છે. ભારતમાં પણ આંક 5.59 ટકાની પાંચ મહિનાની સૌથી ઉપલી સપાટીએ પહોંચ્યો છે.
ગુરુવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં બિટકોઇનના ભાવમાં 2.5 ટકાની વૃદ્ધિ થતાં તેનો ભાવ 43,918 ડૉલર થયો હતો. ઈથિરિયમ 3.3 ટકાની વૃદ્ધિ સાથે 3,333 ડૉલરના સ્તરે પહોંચ્યો હતો.
આ જ સમયે IC15 ઇન્ડેક્સ 3.16 ટકા (2,066 પોઇન્ટ) વધીને 67,381.71 પોઇન્ટ બંધ રહ્યો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
65,315 પોઇન્ટ | 67,557 પોઇન્ટ | 65,129 પોઇન્ટ | 67,381 પોઇન્ટ |
ડેટાનો સમયઃ ગુરુવારે બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |