ઇઝરાયેલ પર હુમલાનું કારણ ભારત-યુરોપ આર્થિક કોરીડોર?: બાઇડન

વોશિંગ્ટનઃ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલો હુમલાનું એક કારણ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પણ હોઈ શકે છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મારો અંતરાત્મા જણાવે છે કે ઇઝરાયેલ પર હમાસ હુમલાનું એક કારણ હોઈ શકે. જોકે આના મારી પાસે એના કોઈ પુરાવા નથી.  અમે રિજિનલ ઇન્ટિગ્રેશન પર કામ કરી રહ્યા છીએ અને અમે એ કામને છોડી શકીએ એમ નથી.

ભારત- મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરનું એલાન થોડા સમય પહેલાં ભારતની રાજધાની નવી દિલ્હીમાં આયોજિત G20 સંમેલન દરમ્યાન થયું હતું. આ આર્થિક કોરિડોર ભારતથી શરૂ થઈને UAE, સાઉદી અરેબિયા દ્વારા યુરોપના દેશોને ફ્રાંસ, ઇટાલી અને જર્મનીને જોડશે.

આ સાથે ભારત સ્થિત ઇઝરાયેલને રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે  હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઇઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતને આગ્રહ કર્યો છે કે અમેરિકા અને કેનેડાની જેમ ભારત પણ હમાસને આતંકી સંગઠન જાહેર કરે. આ મુદ્દો અમે ભારત સમક્ષ પહેલા પણ ઉઠાવી ચૂકયા છે.