હિલેરી ક્લિન્ટનની નોકરાણી છે કમલા હેરિસઃ તુલસી ગબાર્ડ

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી જો બાઇડન હટી ગયા છે. તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે આ અંગે પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. જોકે ડેમોક્રેટ્સ તરફથી કમલા હેરિસનાં નામ પર હજી મહોર નથી લાગી. એ દરમ્યાન અમેરિકાનાં પહેલા હિન્દુ સાંસદ રહી ચૂકેલાં ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે કમલા હેરિસ માટે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. જેથી ખળભળાટ મચી ગયો છે.

તુલસીએ કમલા હેરિસને હિલેરી ક્લિન્ટનની નોકરાણી બતાવી છે. તુલસી ગબાર્ડે હેરિસની ઉમેદવારીના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ અને સેનાપ્રમુખ બનવાને લાયક નથી. તેમનિં નેતૃત્વ અમેરિકા માટે બહુ ખતરનાક હશે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

એક વિડિયો પોસ્ટમાં તુલસી ગબાર્ડે કહ્યું હતું કે બાઇડન બહાર, કમલા અંદર, પણ છેતરાશો નહીઃ નીતિઓ બદલાશે, જેવી રીતે બાઇડન નિર્ણયો જાતે નથી લેતા, એમ કમલા હેરિસ પણ નહીં લે. તે ડીપ સ્ટેટનો નવો ચહેરો અને હિલેરી ક્લિન્ટનની નોકરાની છે. જે યુદ્ધ દલાલોની સરદાર છે. આ લોકો વિશ્વને યુદ્ધમાં સામેલ કરવાની અને અમારી સ્વતંત્રતા છીનવા પ્રયાસ જારી રાખશે.

વર્ષ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર રહેલા તુલસી ગબાર્ડે સમલા હેરિસ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તેઓ યુદ્ધ અને શાંતિ જેવા મહત્ત્વના નિર્ણય કેવી રીતે લઈ શકશે. અમેરિકી સૈનિકોને જોખમમાં મૂકવાના નિર્ણય તે કેવી રીતે લઈ શકશે? તે યુદ્ધના દલાલોની નોકરાની બનીને રહેશે, જો બાઇડનના રાષ્ટ્રપતિના કાર્યકાળને પ્રભાવિત કરતા રહ્યા છે.