પેરિસઃ યુરોપ અને ફ્રાંસમાં વિદેશી બાબતોના મંત્રાલયે ભારતના કોવિડની બીજી ઘાતક લહેર સામે મદદ કરવા માટે એક પેકેજની જાહેરાત કરી હતી, જેમાં ઓક્સિજન જનરેટર અને લિક્વિડ ઓક્સિજન કન્ટેઇનર્સ જેવાં ઉપકરણો સામેલ છે, જે આ સપ્તાહના અંત સુધીમાં હવાઇ જહાજ અને સમુદ્ર માર્ગે મોકલવામાં આવશે. ફ્રાંસ ભારતને કોવિડ19 કેસોમાં થઈ રહેલી ઝડપથી વૃદ્ધિ સામેના મુકાબલામાં મદદ કરવા માટે એકજૂટતા ઝુંબેશ ચલાવશે, એમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોએ ટ્વીટ કરીને ભારત માટે સંદેશ લખ્યો હતો.
મંત્રાલયે કહ્યું હતું કે ફ્રાંસ ભારતને ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે આઠ મેડિકલ ઓક્સિજન જનરેટર્સ મોકલીને મદદ કરશે, જેમાં દરેકમાં આશરે 10 વર્ષો માટે ઓક્સિજન સપ્લાયમાં ભારતીય હોસ્પિટલોમાં સ્વાયત્ત બની શકશે. એમાં કહેવામાં આવ્યું હતું કે એની સાથે પાંચ કન્ટેઇનર્સ લિક્વિડ ઓક્સિજન, 28 વેન્ટિલેટર અને 200 ઇલેક્ટ્રિક સિરિંજ પમ્પ પણ ભારતને મોકલશે.
President @EmmanuelMacron's message on France's massive solidarity mission in support of India. Solidarity is at the heart of the friendship between France and India. We will win this fight together.
Facebook message👉 https://t.co/mzTCHpZCTl pic.twitter.com/gIWl4TlD4H
— French Embassy in India 🇫🇷🇪🇺 (@FranceinIndia) April 27, 2021
આમાંથી દરેક ઓક્સિજન ઉત્પાદન યુનિટ 250 બેડની હોસ્પિટલને સપ્લાય થઈ શકશે. ઓક્સિજનનું ઉત્પાદન ICUમાં 15 ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીઓને પૂરી કરી શકે છે અથવા મેડિકલ સુવિધામાં ઓક્સિજન થેરેપીના 150 દર્દીઓની જરૂરિયાત પૂરી કરી શકશે.
રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ પણ લખ્યું હતું કે ફ્રાંસ અને ભારત હંમેશાં એકજૂટ છે. ફ્રાંસ ભારતને મેડિકલ ઉપકરણ, વેન્ટિલેટર અને ઓક્સિજન જનરેટર મોકલશે.