ઈરાનના અંતરિક્ષ કેન્દ્રમાં આગ, ત્રણ વૈજ્ઞાનિકોનું મૃત્યુ

તહેરાનઃ ઈરાનના અંતરિક્ષ કેન્દ્રમાં આગ લાગવાથી ત્રણ વૈજ્ઞાનિકોના મોત થયા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દેશના અંતરીક્ષ કેન્દ્રની એક બિલ્ડિંગમાં આગ લાગી હતી જેના કારણે ત્રણ વૈજ્ઞાનિકોનું મૃત્યું થયું છે. રિપોર્ટમાં ઘટના વિશે વધારે કશી વિગતો આપવામાં આવી નથી.

અમેરિકાની ચેતવણીઓ છતા ઈરાને એક ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી છે. આનાથી તેને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં પણ લાભ મળી શકે છે. ઈરાને જાન્યુઆરીમાં એક ઉપગ્રહ છોડ્યો હતો પરંતુ અધિકારીઓએ કહ્યું કે તે ટેક્નિકલ કારણોથી કક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. ઈરાને ગત વર્ષોમાં ઘણા ઉપગ્રહ છોડ્યા છે. જો કે તે વધારે દિવસો સુધી ચાલ્યા નથી.

ત્યારે ઈરાનના અંતરિક્ષ કેન્દ્રમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજી કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં નથી આવી. પરંતુ જે જગ્યાએ આગ લાગી ત્યાં ત્રણ વૈજ્ઞાનિકો હતા અને આગ લાગવાના કારણે તેઓનું મૃત્યું થયું છે. ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા અત્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.