માનવ તસ્કરી કેસમાં ઝડપાયેલી માયા 50 યુવતીઓની ઉઠાવગીર હોવાની શંકા

અમદાવાદઃ શહેરમાં એક માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. પોલીસે 18 વર્ષીય યુવતીના અપહરણ બાદ તેને વેચી દેવાના મામલે કઠવાડા વિસ્તારમાંથી માયા સથવારા નામની મહિલા અને પ્રકાશ મરાઠી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. માયા સથવારા નામની આ મહિલાએ અત્યાર સુધીમાં 50 જેટલી છોકરીઓનું અપહરણ કર્યું હોવાની પોલીસને શંકા છે. અમદાવાદમાં અતિચર્ચાસ્પદ બનેલ વિશ્વા અપહરણ કેસમાં તોઇ કડી મળવાની પોલિસને આશા છે

માયા સથવારા પહેલા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને તે સોલાપુર વિસ્તારમાં બુટલેગર પ્રકાશ મરાઠી અને માસી નામથી જાણીતી એક મહિલાના સંપર્કમાં આવી હતી. માયા સથવારા આ પહેલા નારોલ વિસ્તારમાં હીરાના કારખાનામાં પણ કામ કરતી હતી. આ પહેલા પણ બુટલેગિંગના કેસમાં માયાની ધરપકડ થઇ ચૂકી છે.

અમદાવાદ પોલીસે 18 વર્ષીય યુવતીના અપહરણ બાદ તેને વેચીવર્ષ 2016માં માયાએ 14 વર્ષથી 18 વર્ષ સુધીની છોકરીઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું. DCP સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, ‘માયા બે રીક્ષા ડ્રાઇવરની મદદથી છોકરીઓનું અપહરણ કરતી હતી જે બાદ તે છોકરીઓને પ્રકાશ મરાઠીને સોંપતી હતી જેને તે દેશના અલગ-અલગ વિસ્તારમાં વેચી દેતો હતો.’ દેવાના મામલે કઠવાડા વિસ્તારમાંથી માયા સથવારા નામની મહિલા અને પ્રકાશ મરાઠી નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

તોલંબિયાએ જણાવ્યું કે, ‘જે છોકરીને માનવ તસ્કરોના ચુંગાલમાંથી છોડાવાય છે તે પણ તે અપહરણ કરાયેલી 50 છોકરીઓમાંથી એક છે. 2014માં 14 વર્ષની એક છોકરી અને વેજલપુર વિસ્તારમાંથી અપહ્યત થયેલી વિશ્વા નામની છોકરીના અપહરણ પાછળ માયા અને તેના ગેંગનો હાથ હોવાની અમને આશંકા છે. આ બંનેની હજુ સુધી કોઇ ભાળ મળી નથી’

કાગડાપીઠ વિસ્તારમાંથી ટ્યુશન ક્લાસથી ઘરે પરત ફરી રહેલી 14 વર્ષની છોકરીનું અપહરણ થયા બાદ તેના માતા પિતાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘હાઇકોર્ટના આદેશ બાદ આ કેસને CBIને સોંપાયો હતો, જેમને દર ત્રણ મહિને તપાસનો રિપોર્ટ સોંપવા માટે પણ હાઇકોર્ટે કહ્યું હતું. અમને આશા છે કે તે 14 વર્ષીય છોકરીને અમે જલ્દીથી અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવીશું’