લંડનઃ મહારાણી એલિઝાબેથ II બ્રિટિસ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં શાસક રહ્યાં હતાં. સ્કોટલેન્ડનાં પહાડો પર બનેલા એક આરામ મહેલમાં 96 વર્ષીય મહારાણીનું નિધન થઈ ગયું છે. નવા પ્રિન્સ મહારાણીના ચાર બાળકોમાં સૌથી મોટા ચાર્લ્સ – પ્રિન્સ ઓફ વેલ્સ બન્યાં છે. 73 વર્ષની ઉંમરે તેઓ બ્રિટિશ ઇતિહાસમાં ગાદીના સૌથી વયસ્ક ઉત્તરાધિકારી રહ્યાં છે, પણ મહારાણીના નિધન પછી તરત તેમને રાજા ઘોષિત કરવામાં આવ્યા છે.
હવે તેઓ કિંગ ચાર્લ્સ તૃતીય તરીકે ઓળખાશે. તેઓ 1685 પછી ગાદી પર બેસનારા પહેલા રાજા હશે. રાજાની પત્ની સામાન્ય રીતે મહારાણી કહેવામાં આવે છે, પણ કેમિલાના મામલામાં તેમને મહારાણીની પદવી નહીં આપવામાં આવે. ચાર્લ્સની સાથે 2005માં લગ્નના સમયે એક સમજૂતી થઈ હતી કે તેમને મહારાણી નહીં, પણ પ્રિન્સેસ કોન્સોર્ટને નામે ઓળખવામાં આવશે.
પ્રિન્સ વિલિયમના પ્રિન્સ ઓફ વેલ્સ અથવા ડ્યુક ઓફ કાર્નવોલ બનવાની સૌથી વધુ અપેક્ષા છે. તેમની પત્ની પ્રિન્સેઝ ઓફ વેલ્સ બનશે.મહારાણીના નિધન પહેલાં પ્રિન્સ વિલિયમને ડ્યુક ઓફ કેમ્બ્રિજની પદવી હાંસલ હતી. પ્રિન્સ ઓફ વેલ્સની પદવી ગાદીના ઉત્તરાધિકારીની પાસે હોય છે, જે અત્યાર સુધી પ્રિન્સ ચાર્લ્સની પાસે હતી. આ કતારમાં આગામી છે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનાં બાળકો- પ્રિન્સ જ્યોર્જ (9) અને પ્રિન્સેસ શોરલેટ અને પ્રિન્સ લુઇ (4). પ્રિન્સ હેરી ગાદીના ઉત્તરાધિકારીની કતારમાં પાંચમા ક્રમાંકે છે. તેમણે શાહી મંચ અને શાહી ડ્યુટીથી પાછા હટવાનો નિર્ણય લીધો છે અને પત્ની મેઘન મર્કલની સાથે અમેરિકા શિફટ થઈ ગયા છે.
પ્રિન્સ હેરી અને મેઘન મર્કલના બે બાળકો છે. તેમનો પુત્ર પ્રિન્સ આર્ચી ગાદીની કતારમાં છઠ્ઠા સ્થાને છે અને તેમની પુત્રી લિબિબેટ સાતમા સ્થાને છે. જ્યારે પ્રિન્સ એન્ડ્રયુ મહારાણીના બીજા પુત્ર છે અને તેઓ બ્રિટિશ ગાદીના આઠમા સ્થાને છે.