મહારાણી એલિઝાબેથે-IIએ સાત-દાયકા સુધી રાજ કર્યું

લંડનઃ 70 વર્ષથી વધુ સમય સુધી શાસન કરવું એ સામાન્ય વાત નથી. એ દરમ્યાન સામાન્ય લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવવી એ એનાથી પણ મુશ્કેલ છે. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ આ બંને સફળતા હાંસલ કરી હતી. યુનાઇટેડ કિંગડમનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લાં થોડા સમયથી બીમાર હતા. એલિઝાબેથ દ્વિતીયનું મોત સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં થયું હતું. બકિંઘહામ પેલેસે નિવેદન જારી કરીને મહારાણીના નિધનની પુષ્ટિ કરી હતી.

એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 21 એપ્રિલ, 1926એ લંડન સ્થિત 17- બ્રૂટન સેન્ટમાં થયો હતો. એ જ વર્ષે 29 મેએ તેમના નામકરણનો કાર્યક્રમ બકિંગઘહામ પેલેસમાં રાખવામાં આવ્યો હતો. 11 ડિસેમ્બર 1936એ એડવર્ડ VIIIના પદ છોડવા પર અને જ્યોર્જ VI (એલિઝાબેથના પિતા)ના રાજા બનવાની સાથે એલિઝાબેથ દ્વિતીય માત્ર 10 વર્ષની ઉંમરે રાજગાદીના ઉત્તરાધિકારી બની ચૂક્યાં હતાં.20 નવેમ્બર, 1947એ એલિઝાબેથે પોતાના થર્ડ કઝિન, ગ્રીસના પ્રિન્સ ફિલિપ માઉન્ટ બેટનથી લગ્ન કર્યાં હતાં. તેમને ચાર બાળકો હતાં. પ્રિન્સ ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો. પ્રિન્સેસ એનીનો જન્મ 1950, પ્રિન્સ એન્ડ્ર્યુનો જન્મ 1960 અને પ્રિન્સ એડવર્ડનો જન્મ 1964માં થયો હતો.ફેબ્રુઆરી 1952માં રાજકુમારી એલિઝાબેથ પતિની સાથે બીમાર પિતા કિંગ જ્યોર્જ VIની જગ્યાએ આફ્રિકા અને એશિયાની મુલાકાતે હતાં. છ ફેબ્રુઆરીએ તેમના પિતાના મોતના સમાચાર વખતે તેઓ કેન્યામાં હતાં.આ ઘટના પછી તે માત્ર 25 વર્ષની વયે મહારાણી બની ગયાં હતાં. બીજી જૂન, 1953એ વેસ્ટમિન્સ્ટર એબીમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. જેને ટીવી પર દેખાડવામાં આવ્યો હતો.1952માં રાજ સિંહાસન પર બેસવાની સાથે તેમણે સામાન્ય લોકોના દિલોમાં જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. બ્રિટનના લોકોની મુસીબતોના સમયે એલિઝાબેથ તેમની સાથે રહ્યાં હતાં. તેમના ભવિષ્ય વાંચી લેવાની ક્ષમતા હતી. તે પરિવારના મહત્ત્વ પર ભાર આપતાં હતા. 1983માં જ્યારે અમેરિકાએ કોમનવેલ્થના સભ્ય આઇલેન્ડ ઓફ ગ્રેનાડા પર હુમલો કર્યો હતો, ત્યારે મહારાણીએ વડા પ્રધાન માર્ગારેટ થેચરને બોલાવ્યાં હતાં. તેઓ બ્રિટનના દરેક નાગરિકના વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.

બ્રિટનનાં મહારાણીનું નિધન એવા સમયે થયું છે, જ્યારે તેમના રાજ પરિવાર સામે આર્થિક પડકારો છે. દેશ રાજકીય અસ્થિરતાના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આવામાં મુશ્કેલ સમયે કિંગ ચાર્લ્સ IIIની કસોટી થશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]