ચીને LAC પાસે તહેનાત કરી વધારાની બેટેલિયન

નવી દિલ્હીઃ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ની પેલે પાર ચીન સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. ચીને હવે અરુણાચલ પ્રદેશની બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સૈનિકોની તહેનાતી પણ વધારી દીધી છે. LACથી આશરે આઠ કિલોમીટર દૂર ચીની સેનાએ એક વધારાની બટાલિયનની પણ તહેનાત કરી છે. એ ચીની સેનાની કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડની બેટેલિયન છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

સિયાન વેલીની બીજી બાજુ LACથી આઠ કિલોમીટર દૂર સિરાગ વિલેજથી નોર્થ તરફ ચીની સેનાના આશરે 15 વેહિકલની મુવમેન્ટ જોવા મળી હતી. એમાં આશરે 12 વેહિકલ ઇન્ફન્ટ્રી ફાઇટિંગ વેહિકલ હતાં. આ વેહિકલ સૈનિકોને યુદ્ધ મેદાનમાં લાવવા અને સીધા ફાયરને ટેકો આપવા માટે ઉપયોગ થાય છે.

ચીની સેનાની ઇન્ફન્ટ્રી ફાઇટિંગ વેહિકલની હાજરીથી લાગી રહ્યું છે કે ચીની સેનાની કમ્બાઇડ આર્મ્સ બ્રિગ્રેડનું કોઈ યુનિટ છે, જે એ વિસ્તારમાં તહેનાત થયેલું છે. આ બેટેલિયન આગામી બે બેટેલિયનથી અલગ છે. એ ત્યાં ત્રીજી બેટેલિયન માનવામાં આવે છે અને એની પોઝિશન પહેલાં તહેનાત બે બેટેલિયનના મુકાબલે LACથી વધુ નજીક છે.

ગયા વર્ષથી ચીની સેના સરહદે સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહી છે. ચીન ત્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જોકે સરહદ પારની ચીની સેનાની હલચલ પર ભારતીય સેનાની બાજ નજર છે. ત્યાં ચીની સૈનિકોના રહેવાની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. ત્યાં ટનલનું કામ પણ ચાલુ છે. જોક્ સમયાંતરે ભારતીય સૈનિકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]