ઝોયા અખ્તરની પાર્ટીમાં એકમેકને દિલ દઈ બેઠાં હતાં વિક્કી-કૈફ

મુંબઈઃ B ટાઉનના હોટ કપલ વિક્કી કૌશલ અને કેટરિના કૌફ પોતાની સિઝલિંગ કેમેસ્ટ્રીથી ફેન્સને કપલ ગોલ્સ આપે છે. B ટાઉનનો લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણ આજકાલ લાઇમલાઇટમાં છે. કરણ જૌહરના ટોક શોમાં હાલમાં જ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે કેટલાક ખુલાસા કર્યા હતા. ગયા વર્ષે વિક્કીએ કેટરિના સાથે લગ્ન કર્યાં હતાં. એક્ટ્રેસ જણાવ્યું હતું કે હું તેમના વિશે વધુ નહોતી જાણતી. બસ એક તેમનું નામ સાંભળ્યું હતું. ક્યારેય મુલાકાત નથી, પણ ફરી જ્યારે હું તેમને મળી તો તેમણે મારું દિલ જીતી લીધું હતું.

 કેટરિનાએ કહ્યું હતું કે તેની અને વિક્કીની પહેલી મુલાકાત ઝોયા અખ્તરની પાર્ટીમાં થઈ હતી. ઝોયાની પાર્ટીમાં જ બંને જણને એકમેકથી પ્રેમ થયો હતો. આ મારું નસીબ છે. એટલા બધા સંયોગ હતા કે બધું સ્વપ્ન જેવું લાગે. ડેટિંગ પછી કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.કેટરિના અને વિક્કીએ વર્ષ 2021માં નવમી ડિસેમ્બરે લગ્ન કર્યા હતાં. કપલે લગ્ન પછી ઇન્સ્ટાગ્રામ પર ફંકશન્સના ફોટો શેર કરીને ફેન્સને ખુશખબર આપ્યા હતા.

સ્ટાર કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિના ‘ટાઇગર 3’, ‘જી લે જરા’, ‘મેરી ક્રિસમસ’ જેવી ફિલ્મોમાં દેખાશે તો બીજી તરફ વિક્કી કૌશલ ‘ગોવિંદા નામ મેરા’ મેં- ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની અનટાઇટલ્ડ ફિલ્મ અને તખ્તમાં નજરે ચઢશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]