બર્થડે ગર્લઃ રાધિકા આપ્ટેએ ખોલી હતી બોલીવૂડની પોલ

મુંબઈઃ બોલીવૂડમાં વર્ષ 2005 શાહિદ કપૂર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘વાહ લાઇફ હો તો ઐસી’થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો આજે 37મો બર્થડે છે. રાધિકા આપ્ટેના પિતા ડો. ચારુદત્ત આપ્ટે પુણેના એક મશહૂર ન્યૂરો સર્જન છે. રાધિકાને  અસલી ઓળખ ‘બદલાપુર અને ‘હંટર’ અને માંઝી- ધ માઉન્ટેન મેન’ જેવી ફિલ્મોથી મળી હતી. તેણે હિન્દીની સાથે-સાથે મલયાલમ, બંગાળી, મરાઠી, તમિળ અને અંગ્રેજી ભાષાની કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે ફિલ્મોથી વધુ રાધિકા વ્યક્તિગત જીવનમાં વિવાદો અને પ્રોફેશનલ લાઇફમાં વિવાદિત સીન્સને લીધે ચર્ચામાં રહી છે. તેના જન્મદિવસે તેનાથી જોડાયેલા વિવાદો વિશે જાણીએ…

રાધિકા તેની સાથે થયેલા એક કાસ્ટિંગ કાઉચથી ચર્ચામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે એક પ્રોડ્યુસરે તેને હીરોની સાથે સૂવા માટે કહ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે એક ફિલ્મના ઓડિશનમાં તેણે ફોન પર અશ્લીલ વાતો કરવી પડી હતી. એક વધુ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેણે જણાવ્યું હતું કે સાઉથના એક મશહૂર એક્ટરે સેટ પર શૂટિંગના પહેલા દિવસે તેના પગ પસાર્યા હતા, ત્યારે તેણે તે હીરોને તમાચો માર્યો હતો. આ ઘટના પછી રાધિકાએ ટોલીવૂડને પુરુષપ્રધાન સોસાયટી ગણાવી હતી.

વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’માં તેના ન્યૂડ સીન લીક થવાથી ઘણો હંગામો મચ્યો હતો. ત્યાર બાદ તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ હતી. તેનો ન્યૂડ વિડિયો લીક હોવાની ઘટના અનેક વાર થઈ ચૂકી છે. વર્ષ 2017માં ફિલ્મ ‘ક્લીન શેવ’ના શૂટિંગમાં તેનો એક વિડિયો વાઇરલ થયો હતો. વર્ષ 2017માં રાધિકાનો બાથરૂમમાં નહાતી વખતેની સેલ્ફી સોશિયલ મિડિયા પર લીક થઈ હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]