‘વિક્રમ વેધા’ ટ્રેલરઃ સૈફ અલી-હૃતિક રોશન વચ્ચે ટક્કર

મુંબઈઃ સૈફ અલી ખાન અને હૃતિક રોશનને ચમકાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી કહી શકાય કે ફિલ્મ જબરદસ્ત એક્શન-પેક્ડ છે. ફિલ્મમાં વિક્રમની ભૂમિકામાં સૈફ અને વેધા તરીકે હૃતિક છે.

એક્શન-થ્રિલર ફિલ્મમાં એક કડક મિજાજવાળા પોલીસ ઓફિસર (વિક્રમ) અને એક ખૂંખાર ગેંગસ્ટર (વેધા) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ટ્રેલર બે મિનિટ 50 સેકંડનું છે. એમાં હૃતિક સતત મારામારી કરતો જોવા મળે છે. તો સૈફ અલી એન્કાઉન્ટર કરતો જોવા મળે છે. રાધિકા આપ્ટે સૈફ અલીની પત્નીની ભૂમિકામાં છે. પુષ્કર અને ગાયત્રી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2017માં આવેલી આ જ ટાઈટલવાળી તામિલ ફિલ્મની હિન્દી રીમેક છે. તામિલ ફિલ્મને પણ પુષ્કર અને ગાયત્રીએ જ ડાયરેક્ટ કરી હતી. તામિલ ફિલ્મમાં ઈન્સ્પેક્ટર વિક્રમની ભૂમિકામાં આર. માધવન હતો જ્યારે વેધાની ભૂમિકામાં વિજય સેતુપતિ હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]