કોરોનાની ચોથી લહેરઃ ચીનમાં 26 શહેરોમાં લોકડાઉન

બીજિંગઃ ચીનમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 6,074 કેસ નોંધાયા છે. નવા ચેપને કારણે 20 જણના મૃત્યુ થયાનો પણ નેશનલ હેલ્થ કમિશને અહેવાલ આપ્યો છે. તમામ મરણ દેશના આર્થિક પાટનગર શાંઘાઈમાં થયા છે. આ શહેરના અઢી કરોડ લોકો છેલ્લા એક મહિનાથી લોકડાઉનને કારણે પોતપોતાનાં ઘરમાં પૂરાયેલાં છે.

ચીન કોરોના રોગચાળાના સૌથી ખરાબ તબક્કામાંથી હાલ પસાર થઈ રહ્યું છે. 2019ના અંતભાગમાં તેના વુહાન શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. તેને અંકુશમાં લાવતા સત્તાવાળાઓને બે વર્ષ લાગ્યા હતા. હવે આ ચેપી બીમારી દેશમાં વધુ ભાગોમાં ફેલાઈ છે. 26 શહેરોમાં 21 કરોડ જેટલા લોકો સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉનની સ્થિતિમાં ફસાયાં છે.