તાલિબાનનું મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ ના આપવાનું ફરમાન

હેરાતઃ તાલિબાની અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો ઇનકાર કર્યો છે.  અફઘાનિસ્તાન રૂઢિવાદી અને જુનવાણી તેમ જ પિતૃસત્તાત્મક દેશ છે. અહીં મોટાં શહેરોમાં મહિલાઓ માટે વાહન ચલાવવાં એ સામાન્ય વાત નથી. જોકે હેરાત-ઉત્તર પશ્ચિમ મહિલાઓ વાહન ચલાવ્યા કરે છે. અમે મૌખિક નિર્દેશ આપ્યા છે કે મહિલાઓને લાઇન્સન્સ આપવાનું બંધ કરવામાં આવે, એમ હેરાતની ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રાફિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વડા આગા અચાકજાઈએ જણાવ્યું હતું.

એક મોટર ટ્રેનિંગ સ્કૂલ ચલાવનારી અદિલા અદીલે કહ્યું હતું કે તાલિબાન ઇચ્છે છે કે અહીં આગામી પેઢીને એ બધી સુવિધાઓ ના મળે, જે તેમની માતાઓને હાલમાં મળી રહી છે. અમને નિર્દેશ આપવામાં આવ્યા છે કે મહિલાઓને વાહન ચલાવવાનું ના શીખવાડવામાં આવે અને તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ના અપાવો, એમ તેણે કહ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. આ પહેલાં તેઓ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનની સત્તા પર હતા. તાલિબાની શાસનમાં માનવ અધિકારોના હનન સામાન્ય વાત છે.

તાલિબાન અફઘાનના હકો પર વધુ ને વધુ નિયંત્રણો મૂકી રહ્યાં છે. ખાસ કરીને યુવતીઓના શિક્ષણ પર અને મહિલાઓની સરકારી નોકરીઓ પર તેઓ વધુ નિયંત્રણો મૂકી રહ્યા છે.

મેં વ્યક્તિગત રીતે તાલિબાન (ગાર્ડ)ને કહ્યું હતું કે મારે ટેક્સી ડ્રાઇવર સાથે બેસવું એના કરતાં એ મારી કારમાં પ્રવાસ કરવો એ વધુ સુલભ છે, કેમ કે મારા પરિવાર માટે ઇદના તહેવારે સ્થાનિક બજારમાં જઈને મારા પરિવાર માટે ખરીદી કરવી એ સરળ બાબત છે, એમ શમિમા વફાએ જણાવ્યું હતું.