ભારત-ફ્રાન્સની સંરક્ષણ-ભાગીદારી ‘આત્મનિર્ભર ભારત’ નીતિને અનુરૂપ મજબૂત

પેરિસઃ યુરોપના ત્રણ દેશોની મુલાકાતના અંતિમ ચરણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ પહોંચ્યા છે. પાટનગર પેરિસમાં ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોને પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની સંરક્ષણ ભાગીદારી મજબૂત અને વ્યૂહાત્મક છે. બંને દેશ વચ્ચેનો આ સંરક્ષણ સહકાર મોદી સરકારની ‘આત્મનિર્ભર ભારત’ની દેશી નીતિને અનુરૂપ છે.

ક્વાત્રાએ વધુમાં કહ્યું કે ભારત અને ફ્રાન્સ મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર દેશો છે અને સંરક્ષણ ક્ષેત્રે બંને વચ્ચેની ભાગીદારી મજબૂત છે.